________________
પ૭૯
- હવે શૂળી ઉપર ચડાવેલા ચિરને અતિ જોરદાર તૃષા લાગી, કર્મને પણ હજારે વાર ધિક્કાર છે, આવા મહા ભયંકર મારવાના સ્થાન ઉપર, અને મારવાની છેલામાં છેલી ઘડીઓમાં પણ, મહા વિકરાળ તૃષા આવીને હાજર થઇ ગઈ, કમરાજાની શું આ જેવીતેવી નિર્દચતા ગણાય? શૂળી ઉપર ચડેલા આત્મા ઉપર પણ આવી અધમ કેટીની હેરાન ગતી? બજવણ? સતવણી? . તીવ્રતૃષા લાગવાથી શૂળીથી વિધાઈ રહેલે બીચારે પામર ચેર, રસ્તે ચાલતા પ્રત્યેક માણસને, પિકાર પાડીને, મુખપાસે હાથ લગાડીને, પાણી પીવડાવે એવી નિશાની બતાવીને, કાલાવાલા-કગરવગર કરતું હતું, બધા માણસે સાંભળતા પણ હતા, છતાં કેટલાક તે તેની ચેરીઓની યાદ આપીને, તિરસ્કાર કરી, ગાળો સંભળાવી ચાલ્યા જતા હતા, વખતે કઈને દયા આવે તે પણ, રાજાના અધિકારીઓના ભયથી, સાંભળ્યું પણ ન સાંભળ્યા તુલ્ય કરીને, ચલતિ પકડતા હતા.
તે જ ક્ષણોમાં હુંડિકારના જાણે પુણ્યની પ્રેરણા થઈ ન હેય? એવા, બારવ્રતધારી, સાક્ષાત્ ધર્મનીમૂર્તિસમાન, મહા ભાગ્યશાળી જિનદત્ત નામના શેઠ, તે જ રસ્તે નીકળ્યા. અને હુંડિક ચેરે જેયા, અને પહેલાંની માફક પાણી પીવડા-. વવા ઈશારા દ્વારા માગણી જાહેર કરી. - શેઠજી ખરેખરા દયાલુ હતા, અકૃત્ય સીવાય ત્રણ જગતમાં કેદની પણ તેમને ડર હતી નહી, એટલે રાજાની કે રાજાના અધિકારીઓની, જરાપણ બીક મનમાં લાવ્યા સીવાય, ચેરની નજીકમાં આવ્યા. અને કહ્યું કે, ભાઈ?