________________
૫૮૮
કે આ મહામંત્રને પ્રભાવ ગજબનાક છે. જુઓ
हिंसावाननृतप्रिय : परधनाहर्ता परस्त्रीरतः, किंचान्येष्वपि लोकगर्हितमहापापेषु गाढोधतः। मन्त्रेशं स यदि स्मरेदविरतं, प्राणात्यये सर्वदा, दुष्कर्माजितदुर्गदुर्गतिरपि स्वर्गीभवेन्मानवः ।।
(રાહૂઢવિડિત ) ' અર્થ–મેઈપણ આત્મા હિંસા કરનારે હય, અસત્ય ભાષી હોય, અદત્તગ્રાહી હાય, પરસ્ત્રીલંપટ હોય, બીજાં પણ આવાં જ, લેકમાં પણ મહાનિંદનીય ગણાય એવાં પાપ કરના હોય, પરંતુ તે આત્મા પણ, આખી જીંદગી, અથવા મરવાના ક્ષણે, નમસ્કારમહામંત્રનું સ્મરણ, વા શ્રવણ, એકાગ્ર ચિત્તે પામી જાય છે, જરૂર તે આત્મા દેવ અથવા મહદ્ધિક મનુષ્ય થાય છે.
સુમતિ કહે છે. આજે મને આ તમારા વર્ણનથી સમજાય છે કે, આપ આપની ગયા જન્મની પત્નિને પરણવા જઈ રહ્યા છે. તેથી મને પણ વિચાર આવે છે કે, આ પુરુષ દ્વષિણી રાજકુમારીને મળવું પણ અશકય છે, તે પછી વાર્તાલાપાદિની તે વાત જ શું ? કુમાર કહે છે કે જેને “જગતનાં સર્વસમીહિત પૂરનારો મંત્રાધિરાજ” સહાય કરનારે હોય, તેને ચિન્તા કરવાની જરૂર જ શા માટે ?
" અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતે મિત્ર સહિત આગળ ચાલ્યું, ત્યાં તે માર્ગમાં સુગંધિત પુષ્પો અને સુસ્વાદુ ફળેથી બચી ગયેલાં, વૃક્ષો અને લતાઓના માંડવાઓથી, ખીચે ખીચ ભરેલી, એક મેટી અટવી આવી. ફળકુલ અને લતાઓ