________________
૫૯૭
જેવા, મણિમંદિર નગરથી; લી. રાજારાજમૃગાંક શ્રીપદ્ધપુર શુભનગરે, કુમારતિલક લ્હાલાપુત્ર રાજસિંહને, આલિંગન કરીને, જણાવે છે. હે પુત્ર! શ્રીવીતરાગ-દેવ-ગુરુ-ધર્મ સુપસાયથી અતિઆનંદ હોવા છતાં, તારાવિયોગ જન્ય દુખથી ચિત્તને વિષાદ પણ આવી જાય છે.
પુત્ર! જનમુખથી તારા અભ્યદયને સાંભળીને, અમે આનંદ પામ્યા છીએ, પરંતુ હવે અમને વહાલા પુત્રના દર્શનામૃતની પિપાસાપણ ખૂબ જ પીડા ઉપજાવે છે. વળી અમારી પહેલી, બીજી વય સંપૂર્ણ થઈ ગઈ છે. મસ્તક ઉપર પળિયાંને પ્રકાશ થઈ ચૂક્યું છે. તેથી હવે અમને આ સંસારના બંધનેથી વહેલા મૂક્ત થવા તમારી સહાયની જરૂર છે. | માટે વહેલામાં વહેલી તકે, સ્વનગરમાં આવી, મેરુ. પર્વત જેવડે માટે રાજ્યને ભાર, અમારા મસ્તક ઉપરથી ઉતરાવી, પ્રજા પાલનના બંધનમાંથી છોડાવી, પ્રભુ શ્રીવીતરાગદેવે પ્રકાશેલી પ્રવજ્યાના પંથમાં પ્રયાણ કરવા સહાયક થાવ. ડાહ્યા દિકરા પાસે આટલી યાચના વધારે પડતી ગણાય નહી.
પિતાને પત્ર વાંચીને, તરત રત્નાવતીને વંચાવ્યું. અને સસરા પાસે જઈ, પિતાના પત્રની બધી હકીકત સંભળાવી. અને રાજા પદ્ધસિંહ પાસે, સ્વનગર જવાની, અને માતા પિતાને મળવાની ઈચ્છા પણ જણાવી, રજા માગી, રાજા-રાણીને, જમાઈ અને પુત્રીને વિગ દુસહ લાગવા છતાં પણ દીકરી પારકી થાપણુ” પરણેલી પુત્રી અને જમાઈ મેમાન જ ગણુય. ઈચ્છા હોય કે ન હેય રજા આપવી જ પડે.