________________
* ૬૦૦ જરૂર જણાય તે સ્થાનમાં તે તે કરાવી, પિતાને અને આરાધક - આત્માઓને માર્ગ સુદઢ બનાવતા હતા. પ્રસંગે પામી
અમારિપડહ-વગડાવતા હતા. - એમ, અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, કીર્તિદાન આદિમાં અપ્રમેય દ્રવ્ય આપીને, શ્રીવીતરાગ શાસનની ઘણી ઘણી પ્રભાવનાઓ વડે, એકછત્ર જૈનશાસન બનાવ્યું, વલી, નમસ્કાર મહામંત્રના પ્રભાવથી, દુર્ધર રાજવીઓને પણ પિતાની આજ્ઞા મનવરાવી, તે તે દેશમાં પણ શ્રીજૈનશાસન અને જીવદયાને, વિજય વાવટા ફરકાવી, જૈનચૈત્ય અને ધર્મસ્થાને વડે, પૃથ્વીને વિભૂષિત બનાવીને, મહાપુદય પ્રાપ્ત બુદ્ધિ-શક્તિ રાજ્ય અને લક્ષ્મીને સફળ બનાવતા હતા.
આવી રીતે ધર્મ અને સુખમય દિવસો વ્યતીત થતા હતા, તેમાં આયુષ્યને ઘણે ભાગ ચાલ્યો ગયે હતું, તેવામાં એક દિવસ શરીરમાં રોગને દેખાવ થયો, અશક્તિ જણાવા લાગી, મહાપુરુષ હેવાથી, વિષાદ કે ગ્લાનિ ન થઈ, પરંતુ હર્ષયે એટલા જ માટે કે, આ, રેગપણ કર્મરાજાને એપીઓ છે, તેણે આપણને પ્રમાદનિદ્રામાં સુતેલાને જાગૃત કર્યા છે. હવે ક્ષણવાર પણ બેદરકાર રહેવું જોખમ ભરેલું છે. છે અવસર સાધી લેવા સાવધાન થઈ જવું જોઈએ.
આવા આરાધના કરવાના મજબૂત વિચાર કરીને, પ્રતાપસિહ નામના પુત્રને, રાજ્યસન ઉપર સ્થાપન કરીને, રત્નાવતી સહિત, સિંહ જેવા નિર્ભય, પણ સંસારથી ભયપામેલા, અને લાખે મનુષ્યોને શરણ આપનારા, પણ સંસારના પાપોથી