________________
૫૯૨
વિના, સુવર્ણ વગરના હીરાની જેમ, જરાપણ શેભા, પામે નહી, કુમારીરત્નાવતી–અને યોગ્ય પતી ન મલે તે, હીરે કલાઈમાં જલે શોભા પામે ખરે?. કુમારસ્ત્રી-રાજપુત્રીઓને અનુરૂપ વર મેળવવા સ્વયંવર પણ થઈ શકે છે, દેશદેશના રાજકુમારોની પ્રતિકૃતિઓ (ફટાઓ) મંગાવીને પણ પસંદગી મેળવી શકાય છે. પરંતુ આમને આમ પુરુષષિ સ્વભાવની. પ્રસિદ્ધિમાં રહેવું તે, કુલાંગનાને કેમ શેભે? રત્નાવતી–
ततो रत्नवतीत्यूचे, मुक्त्वा तं प्राग्भवं पतिं । अवश्यं नो कोरण्येह-मपि स्वर्गपतिं पतिं ॥
અર્થ–મને જ્યાં સુધી મારે ગયા જન્મને પતિ નહી મલે, ત્યાં સુધી દેવેન્દ્રને પણ પતિ કરવાની નથીજ. કુમારી આ હઠાગ્રહ રાખવાથી, અરણ્યમાં ખીલેલા માલતીના મનહર પુષ્પની પેઠે તમારું રુપ-યૌવન-કલા-બુદ્ધિ. બધું જ કર્મઈ જશે. નારીના માર્ગ બે જ છે, કાંતે ચન્દનબાળાની પેઠે વીતરાગની સાધ્વીપણું, અથવા તે કલાવતી-દમયંતી-સીતાની પેઠે સ્વામીની સેવા,
રત્નાવતી–અત્યારે હમણુને હમણાં સાધ્વીથવાની યોગ્યતા હું મારામાં જોઈ શક્તિ નથી. કુમારસ્ત્રી–તે પછી કુમારીપણુંમાં જ જીંદગી પુરી કરશે એમજને ? રત્નાવતી–ના એમ નહીં, પરંતુ મારું એમ માનવું છે કે, પતિ-પત્નીભાવ એટલે, આખી જીંદગી માટે ચિત્તની પ્રસન્નતાનો વિસામે, એ અત્યાર સુધીના મને મળેલા રાજકુમારોમાં, કયારે પણ કયાંય અંશથી પણું જણાયો નથી; અને તમે જ્યારથી મારા સમાગમમાં આવ્યાં છે, ત્યારથી તમારા માત્ર દર્શનથી પણ હું અતિ