________________
પ૯૦
એલી, અને મોટાપટેથી આવૃત્ત થઈને, રાજભવનથી નગરબહાર જિનમંદિર જુહારવા આવતી હતી. અને કુમારીના આગમન અગાઉ, રસ્તા ઉપર અને જિનમંદિરમાં રહેલા પુરુષને, ત્યાંથી હટાવી દેવામાં આવતા હતા. - આબનાવજોઈ બંને મિત્રકુમારે પણ વિદ્યાધર પાસેથી મળેલી, ઔષધિના પ્રયોગથી, રૂપવતી કુમારિકાનાં રૂપ બનાવીને, તથા ચિન્તામણિરત્નના પ્રભાવથી વસ્ત્રાભૂષણેથી અલંકૃત બનીને, જિનાલય જુહારવાના સાધને સહિત જિન જુહારવા ગયા અને ચંદન-પુષ્પાદિવડે જિનપ્રતિમાની પૂજા કરી, અગ્રપૂજા અને ચૈત્યવંદન પણ મધુરધ્વનિએ કરીને બહાર નીકળતાં રાજકુમારીને ભેટે થયે. : પ્રાણિમાત્રને ગયા જન્મના પૂણ્યથી અથવા નેહથી, એકની બીજા પ્રત્યે લાગણી પ્રકટ થાય છે, તે જ પ્રમાણે પાદિયથી કે દ્રષથી, એકને દેખી બીજાને દ્વેષ પણ પ્રકટે છે, જેમ પાર્શ્વનાથસ્વામીના આત્માને જોઈ, ભવભવ મઠ ના જીવને દ્રુષ જ થયે છે, ગુણસેનરાજાના આત્માને જોઈ અગ્નિશર્માના જીવને દ્વેષ થતે હતો, શંખ-કલાવતીના આત્માઓ, પરસ્પર મળતાં વેંત આનંદ પામતા હતા. તેમ રાજકુમારી રત્નાવતીએ પણું, પ્રસ્તુત કર્તમ બે કુમારિકાઓને જતાં વેંત, કમલમાં ભ્રમરપેસે તેમ, રત્નાવતીનાં નેત્રો રાજસિંહકુમારીના અંગ ઉપર સ્થિર થઈ ગયાં.
પછી તે જોવાથી તૃપ્તિ ન થવાથી, વચને વડે વધાવવાનું શરૂ કર્યું. કયાંથી પધાર્યા છે? આપનું વતન કયાં છે? કયાં ઉતર્યા છે? આપનું શુભ અભિધાન શું છે? અનેક