________________
પ૭૮
જોરદાર બેડીઓ પહેરાવીને, દિવસ ઉગવાની સાથે, રાજાની પાસે લાવીને હાજર કર્યો. આ ફરીયાદે તે પહેલેથી જ આવેલી હતી. આખું નગર વિરોધી હતું. પક્ષ કરનાર કેઈ હતું જ નહી, તેથી ન્યાયની અદાલતમાં તેને, શૂળી ઉપર ચડાવવાની શિક્ષા ફરમાવવામાં આવી, અને વધારામાં એ પણ જણાવવામાં આવ્યું કે, ભવિષ્યમાં હવે પછી આવા ગુના કેઈ ન કરે, તેને સારૂ આ ચોરને એવી વિટંબના થવી જોઈએ કે, જેથી સામાન્ય ચેરી પણ કોઈને કરવાની ઈચ્છા થાય નહીં. . સજાના ન્યાયની સાથે આખું નગર સંમત હતું, એટલે ચેરને દુઃખ દેવાની જેટલી જનાઓ કહેવાય, તેટલી બધી છેડા જ વખતમાં અનાયાસે તૈયાર થઈ ગઈ. આવા પ્રસંગમાં, કુતુહલ પ્રિય અપાર્મોર્થિક મનુષ્યોને સાથ વધુ પડતે હેય છે. તેથી ગણ્યા ગાંઠ્યા ધાર્મિક વિચારવાળા દયાળુ માણસે હોય તે પણ તેમનું કેણ સાંભળે, બસ નિર્દય માણસેએ ભેગા મળી, ચારના આખા શરીરે, અપવિત્ર વસ્તુઓને લેપ કરી, ઉપર કાળીમસી ભરભરાવી, ગધેડા ઉપર બેસારી, અપમાન સૂચક વાજિંત્રો વગડાવા સાથે બિભત્સ પિકારે પાડવા પૂર્વક, આખા નગરમાં ફેરવી, નગર બહાર લાવી, શૂળી ઉપર બેસારી દીધે. - અને રાજા તરફથી ઢઢેરે (ઉદ્દઘોષણ) પીટાવવામાં આવ્યું કે, આ ચારને કેઈ સહાય કરશે, તેને પણ ચેર જેવો જ ગુનેગાર ગણવામાં આવશે, તેથી તેની સામું જોતાં પણુ દરેક ડરતા હતા, પછી સહાય કરવાની વાત જ શી?