________________
૫૮૪
ભાગ, એકદમ આરાધના મય થઈ જાય છે. તેવા ને, 'વિરાધનામાં આરાધભાવ જાણ. છેલ્લે વિરાધના અને વિરાધકભાવ તે જગતના પ્રાણિમાત્રમાં રહેલો છે જ.
બીજી વાત ભૂતકાળમાં બંધાએલાં કર્મોની પણ સમજવા જેવી છે, જે ભૂતકાળની સારી કે ખરાબ આચરણાઓના આધારે, આયુષ્ય વિગેરે કર્મો નિકાચિત થઈગયાં હોય તે, છેલા વખતે થતી, આરાધનાઓ કે વિરાધનાઓ, ભૂતકાળના બંધનેને ફેરવી શકે નહીં, પરંતુ જે, ભૂતકાળનાં બંધને નિકાચિત થયાં ન હોય, અને પાછળથી આરાધનાઓ કે વિરાધનાએ જોરદાર થઈ જાય તે, ભૂતકાળનાં શિથિલ બંધને પલટાઈ જાય, આહી–પહેલી આરાધના અને છેલી વિરાધનામાં કંડરિકરાજર્ષિ, સાવદ્યાચાર્ય, વિગેરે જાણવા. અને પ્રથમ મહાવિરાધના કરનારાઓ પણ છેલી વયમાં આરાધના પામેલા, દઢપ્રહારી વિગેરે ઉપર બતાવ્યા છે તે જાણવા. * આજ ન્યાયે, આપણ પ્રસ્તુતવાર્તાનું પાત્ર, હુંડિકાર, પણ, આખી જીંદગી ચેરી કરનારે હોવા છતાં પણ, ભાવિભદ્ર થવાનું હોવાથી, શૂળી ઉપર પણ, મહાભાગ્યશાલી જિનદત્ત શેઠને સમાગમ થયે, અને પંચપરમેષ્ટિ ભગવંતેના નમસ્કામંત્રનું દાન મલ્યું, આત્મા પણ નમસ્કાર મહામંત્રમાં તન્મય બની ગયે, દેવના આયુષને બંધકરી દેવેલકમાં દેવપણે ઉત્પન્ન થયે. છે અને ઉત્તમતા પ્રગટથવાથી, તત્કાળ ઉપયોગ મુક, મેં શું સુકૃત કર્યું. હશે? મને આવાં-દુઃખના અંશ વગરનાં, દેવતાઈ સુખ પ્રાપ્ત થયાં એનું શું કારણ? આવા વિચાર સાથે જ