________________
૫૮૧
છે પરંતુ આ બધા મંત્ર, માત્ર આ લેકનાં જ સાધને આપી શકે છે. જ્યારે આ પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્રને આલેકનાં સર્વ વિનાને નાશ કરે છે. ઉપરાંત અવગુણની ખાણને ગુણને સમુદ્ર બનાવે છે. પાપ-પુણ્યની, ધર્મ-અધર્મની, ગુણ-અવગુણની ઓળખાણ કરાવી. અહિતકર બધાં સ્થાને છોડાવી, બધાં જ હિતકર સાધનેને ઓળખાવીને, સદ્ભાવને પ્રગટ કરાવે છે. તથા પંચમહાપરમેષ્ટિ ભગવંતની ઓળખાણ કરાવી, તે મહાપુરુષના માર્ગમાં પ્રવેશ કરાવીને, સ્થિર બનાવે છે. સાત્વિકભાવને અર્પણ કરે છે. જગતના પ્રાણિમાત્રનું ભલું કરવાની ભાવનાની ભૂખ–પ્રગટાવે છે. - બીજા બધા મંત્ર અને વિદ્યાઓની, સાધનાઓ કરવી પડે છે. હવન, હામ, બલિદાન વિગેરે મહાપાપમય ક્રિયાઓ પણ કરવી પડે છે. દિવસે, મહિનાઓ અને વર્ષોના સમયને ભેગપણ આપવું પડે છે, શમશાને જેવા અતિબિભત્સ અને ભયાનક સ્થાનના આશ્રય લેવા પડે છે, વ્યંતરાદિદેવ-દેવીએના તેજાને ઉપદ્રવે સહન કરવા પડે છે, છતાં નાસીપાસ પણ થવાય છે.
જ્યારે પંચમહાપરમેષ્ઠિ નમસ્કારના સ્મરણ, જાપ, ધ્યાન કરનારને, ઉપરના કેઈપણ વિધાન કરવાં પડતાં જ નથી. કેઈપણ પાપમય કે પાપવાળી ક્રિયાઓ કે સાધનાઓ કરવાની જરૂર નથી, કેઈપણ શમશાનાદિ સ્થાનને નિર્ણય નથી, વ્યંતરાદિ દેવ-દેવીને ઉપદ્રવ કે તેફાને પણ આવતાં નથી.
. કેઈપણ વયમાં, કેઈપણ સમયમાં, કેઈપણ સ્થાનમાં, કેઈપણ અવસ્થામાં, સુખમાં, દુખમાં, રેગમાં, વિયેગમાં,