________________
પ૬૭
' બીજી બાજુ નગરમાં ચોરીના બનાવોથી ચકચાર ફેલાય છે. કેટવાળ અને અધિકારી વર્ગ, ઘણા પ્રયાસે કરવા છતાં ચોરી પકડી શકતા નથી. કારણ કે ચંડપિંગલની-વિદ્યાઓ અને ચાલાકી તથા અદશ્યનેત્રોજન આદિ સાધને, વળી ચેરી કરવાની અજબ જના, લેકેને થકવી નાખે તેવી હેવાથી, અત્યાર સુધીના રાજકીય અમલદારોના પ્રયાસે બધા જ નિષ્ફળ નિવડ્યા છે.
એક વખત ચંડપિંગલને પણ, કલાવતીના રૂપ–લાવણ્ય અને કલાગુણોના વર્ણન સાંભળવા મલ્યાં હતાં, તેથી આકર્ષાઈ કલાવતીને મળવાનો સંકલ્પ નક્કી કરી, એકવાર રાત્રિના સમયમાં, તેણીના મહેલમાં ગયે. કલાવતીને મહેલ પણું, એક રાજાધિરાજની રાણીના મહેલની સરખામણી કરે તે હતો. દાસ-દાસીઓ પણ ઘણું હતી. દાસીઓને જેનારને પણ પ્રથમ ક્ષણે એવું ભાન થઈ જાય કે, આ પિોતે ઘણારૂપ ધારણ કરનારી કલાવતી જ હશે.
કલાવતી એક માલદાર વેશ્યા હતી. એની ભોગ સામગ્રી દેવાંગનાને પણ શરમાવે તેવી હતી. ચંડપિંગલ આ બધું જોઈને અત્યારસુધીના પિતાના ગયેલા દિવસે માટે, ખૂબ જ અફસેસ કરવાપૂર્વક, કલાવતીના મુખ્ય ઓરડામાં પહોંચ્યા.
કલાવતી પણ આવા યુવાન, રૂપ-સૌભાગ્ય-વસ્ત્રાભરણથી ભૂષિત, દેવકુમાર જેવા, ચંડપિંગલને જોઈ ઘણી જ ખુશી થવા સાથે, આસન ઉપરથી ઉઠીને, બારણા સુધી સામી જઈને, ઘણા આદરપૂર્વક ભેટીને, હાથ પકડીને લાવીને પિતાના રત્નજડિત કનકાસન ઉપર બેસાયે. પહેલી મુલાકાત અને પહેલી જ