________________
પદ
જિંદગીનું સર્વસ્વ સમજે છે.
તે કલાવતી વેશ્યાને કાઈ કોઈવાર મેાટા મેટા જલસાએ કે મહેફીલામાં જવાનું હાય કે, મેટા ઘરાકાની આવજા હાય તે પણ, તે નમસ્કારમહામંત્ર જાપના, પોતાના નિયમ, થોડા પણ ખગાડતી નથી, તેમ તેના સમય કયારે પણ ફેરફાર પણ થવા દેતી નથી.
તથા વળી આ વસતપુર નગરમાં, માયાનુ' મ'દિર અને શક્તિઓનું સર્વસ્વ, રૂપનેા અંબાર અને યુવાનીના એપ, ચ’પિંગલ નામના ચાર વસે છે. તે દિવસે એક પરદેશી સાથ વાહના સ્વાંગમાં નગરચર્યાં જોવા નીકલે છે. અને એ ચાર દિવસેામાં મેટા ક્રોડપતિ કે, મહાધનવાન મનુષ્યના ઘરમાં ચારી કરવા, કયાંથી પેસવું, ક્યારે પેસવું, આવું બધું ચાક્કસ કરી રાખે છે. અને પછી શકુન જોઈ, પેાતાની ધારણા અનુસાર ચારી કરે છે. વિદ્યાશકિતથી તાળાં ઉઘાડી શકે છે. લેાકેાને અવસ્થાપિની નિદ્રાથી ઊંઘાડી શકે છે. અને અદૃશ્યકાર નયનાંજનથી અદૃશ્ય રહી શકે છે. બનતાં સુધી તેની ચારીમાં ઝવેરાતની જ મુખ્યતા હાય છે.
આવી અઢળક ચારી દ્વારા મેળવેલા ધનવડે, ખાન—પાન અમનચેન અને સ્વેચ્છાચાર ખૂબ દીમાગથી પોષાય છે. એક મહદ્ધિક ધનવાન કે રાજકુમારની અદાએ, શહેરમાં ફરવા નીકળે છે. પ્રસંગ પામી ગરીબેને ખૂબ જ દાન આપે છે. પાંથશાળાના મુસાફ઼્રોને પણ કોઈવાર જમાડે છે. તેની પ્રત્યેક ચેજનાઓમાં, લેાકેાને જરા પણ શકા થાય નહી, તેવી આવડગત હાય છે.