________________
૫૬૫
અને પ્રજાનું જીવન બર્બાદ કરનાર, મહાબલ રાજા, અને મહામિથ્યાદષ્ટિ યક્ષને, નમસ્કાર પ્રભાવે ધર્મ પમાડનાર, તથા નગરની પ્રજાને અભયદાન અપાવનાર, શ્રીજિનદાસ શેઠની, આશ્ચર્યપૂર્ણ નમસ્કારમહામંત્રપ્રભાવસૂચિકા કથા સાંભળીને, નમરકારમહામંત્રના જાપમાં સવિશેષ શ્રદ્ધાવાળા થઈ આગળ ચાલ્યા અને–
માર્ગમાં અનેક આશ્ચર્યોનું અવલેકન કરતા, વસંતપુર નામના નગરમાં પહોંચ્યા.
અહીં પણ નગરની બહાર સેંકડે માણસો જોવામાં આવ્યાં, અને લગભગ બધા જ નગરવાસી લોકે નમસ્કાર મહામંત્રને જ ઉચ્ચાર અને જાપ કરતા જોવાયા. તેથી રાજસિંહકુમારે પિતાના મિત્રદ્વાર નમસ્કાર મહામંત્રની આટલી મોટી ઉદ્દઘષણ કેમ ચાલી રહેલ છે? એનું કારણ જાણવાની ઈચ્છા જણાવી. સુમતિ પ્રધાને રસ્તે જતા મનુષ્ય મારફત જાણેલી હકીકત કુમાર પાસે આવીને રજુ કરી, કહ્યું કે–
આ વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરે છે, તેની ભદ્રા નામની પટ્ટરાણું છે. વળી આજ નગરમાં અનેક કલારહસ્યની ખાણ અને રૂપલાવણ્યથી સાક્ષાત ઈન્દ્રાણુ જેવી, રાજા અને રાજ્યાધિકારી વર્ગ તથા ધનકુબેરેની કૃપાનું પાત્ર, કલાવતી નામની વારવધૂ વસે છે. તેણે વેશ્યા હોવા છતાં, કેઈકવાર જૈનાચાર્યના પ્રવચને સાંભળીને, જૈન–દેવ-ગુરુ-ધર્મમાં ખૂબ જ શ્રદ્ધાવાલી થઈ, તેથી બીજા અનુષ્ઠાન કરવાં અશકય હેવાથી, માત્ર પંચથરમેષ્ઠિ મહામંત્રનો જાપ ખૂબ કરે છે. અને તે મંત્ર જાપનેજ