________________
પ૭૦
વસ્ત્રાભરણ, ભૂષણથી ભૂષિત બનીને, પિતપોતાની દાસીઓથી વિટળાઈને, ફરવા નીકળી અને ઉદ્યાનમાં આવી હતી. આમાં વેશ્યામંડલની મુખ્ય નાયિકાસમાન તથા નગરની નારીવર્ગમાં દેવાંગના જેવી, કલાવતી પણ, સારાં મુલાયમ વસ્ત્રો અને કેવળ હીરા-માણેક-મોતી-પન્ના આદિ ઝવેરાતના દાગીના પહેરીને, જેમાં મહારાણી ભદ્રાદેવીને ચેરાએલ, અને ચંડપિંગલ મહારે લાવીને, પિતાના પ્રેમનું સર્વસ્વ, પિતાની
હાલી પ્રિયતમા કલાવતીનેજ, બક્ષીસ તરીકે આપી દીધેલો હાર પણ, કલાવતીએ પિતાના કંઠમાં પરિધાન કરી લીધો હતે.
આજની આ વેશ્યાઓની આ ઉદ્યાનિકા, નગરવાસી નરનારીઓનું પણ આકર્ષણ હેવાથી, ઘણા વિલાસી યુવાને અને યુવતીઓ પણ જોવા માટે આવ્યાં હતાં. આવા નારી વર્ગમાં, મહારાણું ભદ્રાદેવીની દાસીઓ પણ આવી હતી. તે વખતે દાસીઓએ કલાવતીના આભૂષણોમાં, ચમકતો મહારાણને ચારાએલો હાર જે. અને વાયુવેગે રાજદરબારમાં દેડતી આવી, મહારાજા અને રાણીસાહેબને, કલાવૃતીના કંઠમાં ઝબુકતા વિજળીના સમુહ જેવા હારની ખબર આપી દીધી. કલાવતી પણ ઘણું હુંશીયાર યુવતી હતી, દાસીઓના મુખ વિલાસેથી, હારની હકીક્ત સમજાઈ ગઈ. અને એકદમ પિતાના આવાસે આવી, આભૂષણે સાથે હારને પણ ઉતારીને ન પકડાય તેવા સ્થાનમાં મુકી દીધો. પરંતુ કહેવત છે કે,
“બુદ્ધિબળથી પાપ પણ, ઢાંક્યું નવ ઢંકાય છે મહા ઘાસ સમુદાયમાં, અગ્નિ કેમ છુપાય ? /