________________
પપ૦
ફક્ત શ્રીદેવી નામા પુત્રી હતી. આઠ વર્ષની થવાથી માતા પિતાએ ભણવા બેસારી.
શ્રીદેવી વ્યવહારમાં જરૂરી બધું જ્ઞાન મેળવવા સાથે, ધર્મનું પણ યથાશક્ય ઘણું જ્ઞાન પામી હતી. તેથી તેણમાં જીવાજીવાદિ નવત અને કર્મનું સ્વરૂપ, ખૂબ જ પરિણામ પામ્યહોવાથી અને વારંવાર ધર્મગુરુઓનાં વ્યાખ્યાને સાંભળવાથી, તેના જીવનમાં વ્યવહાર અને ધર્મ અને બાબતે વણાઈ ગઈ હતી.
શ્રીદેવીમાં રૂપ હતું, સમજણ હતી, ધર્મ હિતે, ક્રિયા રૂચિ હતી, સાથે સાથે મહાસતીમાં શોભે તેવા ઘણું સગુણ પણ હતા. “પરંતુ દીકરી એટલે પારકું ધન હોવાથી માતા પિતા દીકરીને દેખીને, હર્ષ અને દુઃખ બને અનુભવતા હતા. કેક કવિ કહે છે કે – जातेति चिन्ता, महतीति शोकः, कस्य प्रदेयेति, महान् विकल्पः। दत्ता सुखं स्थास्यति वा नवेति, कन्यापितृत्वं किल हन्त कष्टम् ।।
અર્થ-દીકરી જન્મી એટલે ચિંતા શરુ થઈ (ગમે તેવા ફાંકાવાળાને પણ સારો થાવું પડશે) દીકરી મટી થતી જાય તેમ ચિંતા પણ મોટી થતી જાય છે. કોને આપવી? કુલ સારૂં, ઘર સારું, કુટુંબ સારૂં, મુર્તિઓ સારે, ધનની આવક, જાવક, બધા વિચારો કરવાના હેવાથી, કયાં પરણાવવીના વિકલ્પ ચાલ્યા જ કરે છે. પરણાવ્યા પછી પણ, સાસુ અને પતિ વિગેરે તરફથી સુખ મલશે કે કેમ? આવા આવા કારણે ખરેખર કન્યાના પિતાપણું પણ એક મહાદુર્ભાગ્ય ગણાય છે. નીતિકારેએ સંસારનાં છે નરક ગણવ્યાં છે, તેમાં કન્યા