________________
૫૪૯
સાંભળી, નમસ્કાર મંત્રના જાપ પ્રત્યે ખૂબ જ પ્રભાવિત થવાથી, રાજસિંહકુમારને નમસ્કાર મહામંત્રના જાપ પ્રત્યે, આદર સત્કાર ખૂબ જ વૃદ્ધિને પામ્યા, અને બન્ને મિત્રોએ આગળ વધવા માટે, પિતનપુરથી વિદાય લીધી. નમસ્કારમહામંત્રપ્રભાવ ચિકા મહાસતી શ્રીમતીની
કથા સંપૂર્ણ.
અથ લગભગ તેવી જ મહાસતી શ્રીદેવીની કથા પણ વાચક વર્ગને લાભકારી જણાવાથી લખાય છે.
મહાસતી શ્રીદેવીની કથા આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં, મધ્યખંડના પશ્ચિમ ભાગમાં, વિદ્યા અને લક્ષ્મીના કેન્દ્ર જેવું, સિદ્ધપુર નામનું નગર હતું. તે નગરમાં (શ્રી જૈનશાસનમાં ઘણી પ્રસિદ્ધિને પામેલા, આચાસ્લવર્ધમાન મહાતપની આરાધના કરનાર, મહાભાગ્યવાન આત્માઓમાં અગ્રસ્થાન પામેલા, ચરમ શરીરી શ્રીચંદ્રરાજાની મહા પટ્ટરાણું ચંદ્રકલા પધિનીના પિતા-) શુભગગ રાજા રાજ્ય કરતા હતા.
| ન્યાયનીતિ અને ધર્મપ્રવીણ, તે શુભગગ રાજાના સમગ્ર રાજ્યમાં, મોટા ભાગના મનુષ્ય જૈનશાસન આરાધનારા હેવાથી, અવારનવાર નિગેન્થસાધુઓ અને સાધ્વીઓ પણ આવતા હતા. અને તેથી લોકોમાં ધર્મજાગ્રતી ખૂબ જ રહેતી હતી.
તે નગરમાં જાતિએ બ્રાહ્મણ, વિદ્યાએ ગણક, (જોષી) અને ધર્મ જૈન, પ્રિયંકરનામા વિપ્ર રહેતું હતું. તેને શીલાલંકાર ધારિણી, શીલવતી નામા પત્ની હતી. અને સંતાનમાં