________________
૫૨૫
કુમારની છબીઓ મંગાવી, પરંતુ કુમારીને અનુરૂપ કેઈપણ રાજકુમાર હજીસુધી નક્કી થયે નથી. તેથી રાજારાણી અને. પ્રધાને ચિંતા સેવ્યા કરે છે.
આવા કુમારીરત્નમાટે વર શોધવાના વાતાવરણમય, દિવસે જાય છે. તેટલામાં એક દિવસ રાજાની અત્યંતર સભામાં, કુમારી રાજાના ખોળામાં બેઠી છે. તે સ્થાનમાં નટ લકે નાટક કરવા આવ્યા, અનેક જાતના વેશે બતાવ્યા, પછી ભિલ્લ-ભિલડીને વેશમાં અભિનય બતાવવા લાગ્યા. તે વખતે કુમારી રત્નાવતી નૃપતિની પાસે જ બેઠી છે. તેણુએ–રાજકુમારીએ ભિલ-ભિલડીને, નાચ કરતાં જોયાં અને એકદમ મૂચ્છ આવી. અને તુરત જ પિતાજીના મેળામાં પડી ગઈ છેડા, ક્ષણે તે બધા જ (માતાપિતા વિગેરે સ્વજન-પરિવાર) ચિંતામાં પડી ગયા. પરંતુ તુરત જ બધાના આનંદ સાથે કુમારી સાવધાન બેઠી થઈ ગઈ. અને પિતાએ કુમારીને પ્રશ્ન પુછયે કે દીકરી! આમ એકદમ તને મૂચ્છ આવવાનું શું કારણ? કુમારી રત્નાવતીએ. જણાવ્યું કેપૂજ્ય પિતાશ્રી ! હું ગયા જન્મમાં, આ સન્મુખઉભેલી ભિલડી જેવી જ, ભિલડી હતી, મારે પતિ પણ ભિલ્લા હતે, અમારું જીવન પરસ્પર સ્નેહપૂર્ણ ચાલતું હતું, બાર ચૌદઆની વય ગયા પછી, એકવાર વષકાળમાં, ચારમાસના ઉપવાસી, જ્ઞાની મુનિરાજ પધાર્યા, અમને પામર જીને, તે મહામુનીશ્વરનાં દર્શનવંદન થયાં. દેશના-વાણું સાંભળી, અને ખૂબ ગમી ગઈતેથી અમે બન્ને જણે, જેમ બને તેમ હિંસા વિગેરે પાપ ન કરવાને નિર્ણય કર્યો. વિશેષરીતે મુનિરાજ પાસેથી, નમસ્કારમંત્ર, રત્નની (પંચપરમેષ્ઠિ