________________
૫૨૮
સાંભલ્યું. તેના પ્રત્યેક વાક્યમાં કુમારને ઘણે જ રસ પડશે અને આખી વાત પૂર્ણ થતાં, કુમારને એકદમ મૂચ્છ આવવાથી, તે જ વૃક્ષની છાયામાં, પથારી ઉપર પડી ગયા. મિત્ર અને મુસાફરના પવન વિગેરે ઉપચારથી, કુમારની મૂચ્છી વળી ગઈ, બેઠા થયા, ગયા જન્મને ભિક્ષ-ભિલ્લડીને ભાવદર્પણમાં પ્રતિબિંબની પેઠે સાક્ષાત્ દેખાય તેથી મુસાફરને ખૂબ ઈનામ આપી વિદાય કર્યો. અને પિતાના ગયા જન્મની આખી વાત મિત્ર સુમતિને સંભળાવી.
હવે આ બાજુ રત્નાવતીની હકીક્ત સાંભળી તેના આગલા દિવસે, રાજસિંહકુમારના પિતા રાજમૃગાંક રાજાની સભામાં, નગરવાસી આગેવાન પુરુષને એક સમુદાય, રાજાને મળવા આવ્યું હતું. ભેણું મૂકીને નૃપતિએ બતાવેલા ઉચિત સ્થાન ઉપર બધા બેસી ગયા પછી, બહુમાન પૂર્વક રાજાએ પ્રશ્નો પૂછવા માંડયા.
રાજા–કેમભાગ્યશાલિઓ બધી કેમના આગેવાને ભેગા મળીને, આવ્યા છે તે, શું કાંઈ આશ્ચર્ય જણાવવાનું છે? મારી પ્રજાને શું કઈ રાજકીય માણસને કે ચાર-લુટારૂ-અનાચારી અધમમાણસ તરફથી ત્રાસ વર્તાવાય છે? અથવા બીજુ કઈ પણ મહત્વનું કારણ છે? જે હોય તે ભય કે સંકેચ લાવ્યા સીવાય તુરત જણ.
પ્રજાના આગેવાન નગરસેઠ–બાપુ! મહારાજા રામચંદ્રના જેવું, આપનું પણ ન્યાયી રાજ્ય છે. આપ પૂછે છે તેવું કઈ પણ દુખ પ્રજાને આવ્યું નથી. અને આપરાજવીની હયાતીમાં, આવવાને ભય પણ નથી. પરન્તુ ખૂબજ હર્ષ