________________
પહo.
ચડાવી લીધી,
થોડા દિવસમાં જ નાગરિકેની ફરીયાદની વાત, પિતાના મિત્ર સુમતિદ્વારા, રાજકુમારને સંપૂર્ણ જાણવા મલી ગઈ અને વિચાર આવ્યો કે એક પાક્ષિક નાગરિકના વચને, આવી રીતે કેદમાં પુરાઈને રહેવું તે પણ, મારા જેવા મહામાની માણસ માટે અસહ્ય ગણાય. તથાવળી રાજપુત્રી રત્નાવતીના જાતિસ્મરણની અને પુરુષષની પણ પરીક્ષા કરવા જવા ઈચ્છા છે. અને દેશાન્તર ફરવાથી મેટા લાભ છે.
पुण्यवत्वं गुणस्फूर्तिः न भाषादौ च कौशलं । देशान्तरं विना मित्र ! यियासुस्तदहं ततः॥
અર્થ– ગમેતેવા મનુષ્યને પણ, બીજા બીજા દેશમાં પર્યટન કર્યા સિવાય, પિતાના પુણ્યની પરીક્ષા થતી નથી, તથા અનેક ગુણિપુરુષના પરિચયે પણ મલતા નથી, વળી જુદી જુદી ભાષાઓમાં કુશલતા આવતી નથી, માટે ઉપરના અનેક કારણોથી હે મિત્ર! દેશાન્તર જવા માટે વિચાર છે.
કુમારના અભિપ્રાય માં મંત્રિપુત્ર સુમતિ સંમત થવાથી, રાત્રિમાં, માતાપિતાદિ સ્વજન કે પરિજનને જણાવ્યા વિના, જરૂરી સાધને સાથે લઇ, સુંદર શોથી સજજ થઈ બન્ને મિત્રે રવાના થયા. કેટલીક ભૂમિને ઉલ્લંઘન કરીને, એક દિવસ કોઈ મોટા વનમાં એક યક્ષના મંદિરમાં આવી અને મિત્રે સુતા હતા, તેટલામાં કેઈ નજીકના પ્રદેશમાં, બહુ દુઃખી ભયભીત માણસનો શબ્દ સંભળા. અને કુમાર હાથમાં ખડું લઈને, અવાજની દિશામાં પહોંચી ગયા. ત્યાં એક મહાભયંકર રાક્ષસને, બગલમાં એક પુરુષને લઈને