________________
પ૩૪
તેપણ, બકુલ દેખાતી નથી, તેથી ખરેખર વીતરાગ અને આજ કારણથી સત્યદેવ આપજ છે.
ઉપર મુજબ સ્તવના કરીને, ચૈત્યની શેભા નિહાળી, બંને મિત્રો ખૂબજ ખુશી થયા. તેટલામાં કઈ પૂજા કરનાર ભાઈ આવ્યા. તેમને જિનાલય બનવાને અને બનાવનારનો ઈતિહાસ પૂર્યો. તે ભાઈ કહે છે કે જે સાંભળવા ઈચ્છા હોય તે આ નજીકની પીઠિકા ઉપર બેસો. હું તમને બનેલી સત્યઘટના કહી સાંભળાવું છું. શિવકુમારની કથા નમસ્કાર મહામંત્રનો સાક્ષાત્મભાવ
આ રત્નપુરનામના નગરમાં, થોડા વર્ષો પહેલાં, મહાધનવાન, બુદ્ધિમાન, સુશ્રાવક યશભદ્રનામને એક વણિક હતે. તે શેઠને “અગ્નિને દીકરો જેમ ધૂમ થયે” તેવો ઘુતાદિ અનેક કુવ્યસનનું મંદિર, શિવનામને પુત્ર હતું. તે કયારે પણ, પિતા વગેરે હિતકારીઓની શિખામણ સાંભળતે નહી. સારામાણસેની પાસે બેસતે નહી. સારા માર્ગે ચાલતે નહી. તેણે આખી જીંદગી પિતાની શિખામણ સાંભળી નહી. પરંતુ પિતાની લક્ષ્મી અને કીર્તિ થાય તેટલે દુર્વ્યય કર્યો. પિતાએ પણ કંટાળીને તેને કહેવાનું બંધ કર્યું, અને શક્ય બધી આરાધના કરી, છેલા ટાઈમે, પિતાએ, તેને શિખામણમાં ફક્ત, એટલું જ કહ્યું કે હે પુત્ર! જે તે પુષ્કળ દુઃખમાં ઘેરાઈ ગયેલે પિતાને સમજે, ત્યારે શ્રદ્ધા અને એકાગ્રતાથી, પંચપરમેષ્ઠિમહામંત્ર=નમસ્કારમહામંત્રનું, જરૂર સ્મરણ કરજે. પિતાના અતિ આગ્રહથી તેણે, તે વાકય સ્વીકાર્યું. પિતા પણ આરાધના પૂર્વક મરીને, સ્વર્ગગામી થયા.