________________
૫૪૬
અને આટલાં બધાં કામ કરવા વડે, બીચારી વહુ, કષ્ટ પૂર્વક દિવસો વિતાવે છે. તે પણ પતિ વિગેરે, બીચારીને હેરાન કરવામાં કમીના રાખતા નથી.
આપણું કથાનું પાત્ર શ્રીમતી, મહાસતી છે. ઘણી જ બુદ્ધિમતી છે, વિનયવતી છે, અવસરની જાણ છે, ઉચિતને સમજનારી છે. તે પણ સાસુ-સસરા-નણંદ તેણીને વારંવાર ધર્મષથી હેરાન કર્યા કરે છે. ધર્મને શ્રેષ, ધર્મ આરાધનારી વહુ ઉપર ઉતર્યો હોવાથી, ઘરનાં લેકે કહે છે કે.
- અમારા ઘરમાં રાગદ્વેષ વગરના, શાપ-અનુગ્રહ ન કરે તેવા, દેવનું નામ પણ ન જોઈએ. વળી મેલાં વસ્ત્રો પહેર નારા, દંતધાવન અને સ્નાન કયારે પણ નહી કરનારા, ગુરુઓ અમને ન જોઈએ. તથા વળી આ ન ખવાય; આ નપીવાય, આમ ન કરાય, આંહી જવાય, આંહી ન જવાય, આ ઝીણું જીવદયાવાળો ધર્મ અમારે ન જોઈએ.
આવી રાત-દિવસ કુટુંબની શિખવણીથી, શ્રીમતીના સ્વામીને પણ, શ્રીમતી ઉપર ઘણે જ દ્વેષ , અને કુટુંબની શિખવણીથી, શ્રીમતીને મારી નાખી બીજી સ્ત્રીને પરણવાના વિચાર કરવા લાગ્યું. એના પરિણામ રૂપે, કેઈક ગારૂડીક મારફતે, દ્રવ્ય આપીને, અરણ્યમાંથી, એક સર્ષ મંગાવી, મોટા ઘટ-ઘડામાં મુકાવી, ઉપર ઢાંકણું વસાવ્યું, અને શ્રીમતીને આજ્ઞાકરી કે, અમુક ઓરડામાં, અમુક ખુણામાં, ઢાંકણું ઢાંકેલે ઘડે પડ્યો છે, તેમાં તાજાં લાવેલાં કુલેની માળા છે, તે તું લઈ આવી અને મને આપ. ૬! શ્રીમંતી મહાસતીને સંર્વકાળ, માનસિક વ્યાપાર, પંચ.