________________
૧૩૮
સુવર્ણપુરુષ શિવકુમારને આપી દીધું. સુવર્ણ પુરુષ આવવાથી, શિવકુમારની ગયેલી બધી લક્ષ્મી, સુખસામગ્રી અને આબરૂ, પાછાં આવી. ઘરમાં ભરાઈ ગયાં. અને પિતાની માફક શહે. રમાં મેટે ધનવાન થઈ મહામાનવંતે બળે.
નમસ્કારમહામંત્ર અને શ્રીવીતરાગપ્રણીત ધર્મ ઉપર, ઘણી શ્રદ્ધાવૃદ્ધિ થઈ દેવ-ગુરુ-ધર્મ–ઉપર બહુમાન જાગ્યું. તેથી તે શિવકુમારે પોતે જ, આ તદ્દન સુવર્ણનું, જિનાલય કરાવ્યું છે. આ જિનાલયમાં રત્નમયી જિનપ્રતિમા પણ તેમણે બેસારી છે. તેથી ગામ અને દેશમાં પણ નમસ્કારમંત્રને પ્રભાવ વિસ્તારને પામે છે. રાજસિંહકુમારે સાંભળેલી શિવકુમાર કથા સંપૂર્ણ
કુમાર અને મિત્ર સુમતિ બંને જણાએ, શિવકુમારનું કથાનક સાંભળી, ચાલુ ભવમાં જ નમસ્કારમહામંત્રના ફળને સાક્ષાત્કાર જોઈ ઘણુ ખુશી થવા સાથે નમસ્કાર મહામંત્ર પ્રત્યે ઘણું જ શ્રદ્ધા ધરાવતા આગળ ચાલ્યા.
રાજસિંહકુમાર તથા મંત્રીપુત્ર સુમતિ. બંને જણા ચિંતામણિ મહારત્નના પ્રભાવથી, પિતાની ઈચ્છાનુસાર, ગમન, ભજન, વસન, શયન, સદનાદિ, સામગ્રી મેળવતા, દેવકુમાર જેવા સુખમય સાધને વડે કેટલાક દિવસો પછી, પિતનપુર નામના નગરે પહોંચ્યા, નગરની બહારની અને અંદરની શોભા જઈ તથા નગરવાસી નરનારીના રૂપ સૌભાગ્ય અને અભ્યદય નીરખી ઘણા જ ખુશી થયા. અને નગરની મનેહરતામાં આકષાયેલા. રાજપુત્ર અને મંત્રીપુત્ર અને મિત્રે, નગરમાં