________________
પર૪
તે
નામના રાજવી છે. શત્રુઓ સામે સૂર્ય જેવા છે, સજ્જના સામે ચ' જેવા છે, શૂરાશત્રુઓને પુ દેખાડતા નથી. પરસ્ત્રીને મુખ દેખાડતા નથી. તેવા પદ્મસમાન નિર્મળ રાજાને, રાજહંસી જેવી, જેના અને પક્ષ ઉજ્જળ છે તેવી, સતીશિરામણ હંસી નામની પટ્ટરાણી છે.
રાજારાણીના ધર્મની મુખ્યતાએ અર્થે કામ સેવનવડે, અતિઆન ક્રથી દિવસેા વ્યતીત થાય છે. એવામાં, કાઈ એક ઉત્તમ રાત્રિમાં, ભિલડીના આત્મા, નમસ્કાર મહામત્રના તન્મય -જાપથી, મહારાણી હૈ'સીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. રાણીએ ઉત્તમ સ્વપ્ત અને ઉત્તમ દેહુલા અનુભવ્યા. શુભદિવસે આળાના જન્મ થયા. અને રત્નવતી નામ આપ્યું. સુરરિ ઉપર કપલ્લિની પેઠે, વૃદ્ધિને પામતી બાળા, ચૌવનવયને પામી. અન્તઃપુરની બહાર જવાનું જ ન હેાય, એટલે પુરુષા તા તેણીનું દર્શન કરી શકે જ કેમ ? પરંતુ અ’તઃપુરની રાણીઓ, ધાવમાતાએ, વડારણા અને દાસીએ, પણ કુમારીનુ રૂપ જોઈ ને દીપક-પતંગ ન્યાયે ટગર ટગર • જોયા જ કરે છે, અને કુમારીના રૂપ-લાવણ્ય-સૌભાગ્ય અને કલાઓનાં વણુન સાંભળી, નગરની અબળાઓ અને બાળાઓનાં ટોળાં મળીને કુમારીનાં દર્શન કરવા જાય છે. આખા દિવસ નારી વર્ગની હઠ જામેલી રહે છે.
કુમારી યૌવનવયને પામી એટલે, એકદા રાણીએ પુત્રીને શૃંગાર પહેરાવીને પિતા પાસે માકલી. પિતાએ પુત્રીની સર્વાંગસુંદરતા જોઇ, પ્રધાનાને ખેલાવી, પુત્રીનેચેગ્ય વરમાટે વિચારણા ચલાવી અને દેશદેશના રાજા અને રાજ