________________
પ૧૯ * આવા પ્રદેશમાં પ્રાયઃ વનેચર મનુષ્યને જ વસવાટ હોય છે. તેવા ભિલે-પુલિન્દ પ્રાય: શીકાર, ચોરી, કવચિત ખેતી વિગેરે કરીને, લગભગ આરંભ, સમારંભ, જીવહિંસા અનાચાર વિગેરે કરીને, મહામૂલ્ય મનુષ્યજન્મને, સર્વાશ બગાડીને, અનેકભ ચાલે તેવાં પાપનાં પિટલાં બાંધીને, કુંગતિઓમાં ચાલ્યા જાય છે.
આવા પ્રદેશમાં વસવાટવાળા એક પુલિન્દયુગ્મની પ્રસ્તુત મુનિરાજ તરફ દષ્ટિ ખેંચાઈ અને મુનિ મહારાજ પાસે જઈને ઊભા રહ્યા. મુનિરાજ કાઉસગ્ગ ધ્યાનમાં હતા. ભિલ્લ-ભિલડીએ, કેટલાક ક્ષણ, સુધી ઉભા ઉભા જોયા કર્યું. અને આરશની પ્રતિમા સમાન ધ્યાનસ્થમુનિરાજને જેવાથી, ભિલના જેટલાને, આશ્ચર્ય સાથે આકર્ષણ પણ થયું. મુનિરાજનું ધ્યાન સંપૂર્ણ થયું ન હોવાથી મુનિશ્રી બોલ્યા નહીં. તેથી થોડી ક્ષણો ભીને, બને માણસ ચાલ્યાં ગયાં. પરંતુ આવા મુનિરાજ, આવો વેશ, આ તપ, આ વનેચરેએ, જોયેલું ન હોવાથી, વારંવાર તેમને જેવા આવવાની તાલાવેલી જાગી. અને અવસર મલતે ગયો તેમ મહામુનિરાજને જોવા માટે આવતા રહ્યા. પરંતુ મુનિમહારાજતો જ્યારે જ્યારે જોયા ત્યારે, કાઉસગ્ગમુદ્રામાં ઊભેલા હોય. આમ થવાથી; ભિલ-ભિલડીના આશ્ચર્ય સાથે, આતુરતામાં પણ ઘણોજ વધારો થયે. આવા અધમકેટિના આત્માઓને પણ, ભાવિભદ્ર થવા સરજાયું હોય ત્યારે, અણુ ચિન્તવ્યાં, ઉત્તમ કારણો, આપોઆપ ઉપસ્થિત થઈ જાય છે.
ભિલ દંપતી વારંવાર મહામુનિરાજ પાસે ગમનાગમન કરતાં, અને આવા નિર્જન સ્થાનમાં, રાત અને દિવસ, સદંતર