________________
પર
ભોજન પાનને ત્યાગ કરીને, ધ્યાનમુદ્રામાં ઉભેલા મુનિરાજને જોઈને, ભિલ્લ-ભિલડીને અતિપ્રમાણ આકર્ષણ જાગ્યું. અને પિતાનાં રસેઈ પાણું ખાન-પાનના કાર્યથી પરવારી, બીજા બધાં કામકાજ ભૂલી જઈ, મુનિરાજ પાસે જવાનું ચાલુ રાખ્યું.
બેચારદિવસે ગયા. એકવાર ભિલપતિ મુનિવર પાસે જઈ બેસી ગયાં. આજે મુનિરાજને પણ ધ્યાનની પૂર્ણતા થઈ હેવાથી, કાઉસ્સગ્ગ પાર્યો, અને પાસે પડેલી એક પત્યરની શિલાનું પ્રમાર્જન કરી, મુનિરાજ બેસી ગયા. ભિલ ભિલડી, અનિમેષચક્ષુથી મુનિરાજ સામે તાકી રહ્યાં, અને મુનિરાજે પ્રસ્તુત નર-નારીને જોયાં. બન્ને આત્મા વ્ય હેવા જોઈએ, એમ મુનિરાજને વિચાર સકુરણ થઈ. આંહી આવા સેંકડેની સંખ્યામાં વનેચર માણસે વસે છે, પરંતુ કેઈને આવી મુનિદર્શનની તાલાવેલી પ્રકટી નથી. ભાવિભદ્ર આત્મા હોય તેને જ, વીતરાગના મુનિરાજને સમાગમ થાય છે, રાગ પ્રકટે છે, અને વારંવાર દર્શનની ઈચ્છા છૂરે છે.
તેથી આવા જીવને, શ્રીવીતરાગની વાણી સ્વાદ ચખાવો જરૂરી છે. એમ વિચારીને, ભિલ્લયુગ્મને, બરાબર સમજાય તેવી ભાષામાં, તેવા આત્માઓને લાભ થાય તેવા શબ્દોમાં, અને તેવા છે પચાવી શકે તેવા વિષયમાં, ઉપદેશ આપવા લાગ્યા. મુનિરાજનાં વચને બંને જણને ખૂબ પસંદ પડ્યાં, બસ પછીતે વારંવાર બને જણ આવવા લાગ્યાં અને મુનિરાજ પણ યથાવકાશ શ્રીજિનેશ્વરદેવની વાણીનું પાન કરાવવા લાગ્યા. તેમાંપણ બીજા બધા પ્રકારોમાં વિશેષ રીતિએ, પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રનું વ્યાખ્યાન