________________
૫૨૧
વધારે સંભળાવ્યું અને નમસ્કારનાં પદો અને તેને ભાવાર્થ પણ ભણવ્યો.
સાથોસાથ નમસ્કારમહામંત્રને પ્રભાવ પણ સમજાવ્યા. ત્રણેકાળ અથવા સર્વકાળ, જાપ અથવા ધ્યાન વડે આરાધવાથી સંસારનાં બધાં દુઃખે, ભ, આપત્તિઓ, મટાડીને, જન્મરેગ-શાક-વિયેગ-જરા અને મરણના ભયે પણ દૂર કરે છે. તેમ બરાબર સમજાવ્યું.
ભિલ ભિલડીને, મહામુનિરાજને, તપ, ત્યાગ, વેશ, નિસ્પૃહતા, વિગેરે જોવાથી, કાર્મણ જેવું આકર્ષણ થયું હોવાથી, વચનામાં પણ અપૂર્વશ્રદ્ધા પ્રકટી હતી, અને તેથી, જેમ બને તેમ, હિંસાદિ પાપિ નહિ કરવાના વિચાર સાથે, પંચપરમેષ્ઠિમહામંત્રનું પણ ખૂબ જ આકર્ષણ થયું.
ચતુમસ પર્યત હંમેશ, મુનિમહારાજનાં દર્શન વંદન તથા વાણી શ્રવણ ચાલુ રહેવા સાથે, નમસ્કારના જાપમાં પણ ખૂબ જ શ્રદ્ધા વધવા પૂર્વક, જાપ પણ વધતો રહ્યો, ચોમાસુંવર્ષાકાળ પૂર્ણ થતાં, મહામુનિરાજ ગુરુદેવ પાસે ચાલ્યા ગયા. અને સિદ્ધાવટાગ્રામથી પણ, આચાર્યભગવાને, પરિવાર સહિત વિહાર કર્યો.
ભિલ્લદંપતીને, મુનિરાજને વિરહ, હાલા કુટુંબીજનના વિયેગથકી પણ વધારે દુખદાયક થયે. મુનિરાજ વિહાર કરી ગયા પછી પણ બંને જણને, નમસ્કારમહામંત્ર જાપ ચાલુ રહ્યો. નમસ્કાર જાપની મુખ્યતાએ, જીવન નિર્વાહ કરતાં આયુષ પૂર્ણ થતાં, બંને જણ સમાધિ સાથે, મુનિ મહારાજને ઉપકાર, તેમને ત્યાગ અને તપસ્યા, સંભારતા કાળધર્મ