________________
પ૧૫
.
કરવાનું? જે તેઓ કહે તે કરવાનું હોય તે, તેઓ ગમે તેમ વર્તે, એ આપણે જોવાની શી જરૂર ? તેમને બતાવેલ ધર્મમાર્ગ આપણે આદર એ જ વ્યાજબી છે, અને એ કરે તેમ કરવાનું હોય તે આપણું કલ્યાણ કેમ ન થાય?
ઉ૦–દે અને ગુરુ કરે તે આપણે કરવાનું નહિ, પરંતુ કહે તે જ કરવાનું. પરંતુ એટલું ચોક્કસ છે કે, આચાર વગરના દેવો કે ગુરુઓ, તદ્દન નિષ્પાપ બેલી કે ઉપદેશી શકે નહી, અને ઉપદેશ આપે છે, તેમની છાપ પણ પડે નહી, માટે જ દેવો અને ગુરુઓ પ્રથમ પોતે શુદ્ધ, નિર્મલ અને પવિત્ર બને, અને પછી જ ઉપદેશ આપે એ વ્યાજબી છે. - શ્રીવીતરાગદેવે, અને તેમના શિષ્ય-પ્રશિષ્ય બીસ્કુલ નિર્મલ બનેલા હોવાથી, તેમના આશ્રીતે પણ દોષ વગરનું આચરણ આચરનારા હોય. તે વાત યુક્તિ-યુક્ત જ છે. માટે જ બુદ્ધિમાન મનુષ્યએ દેવગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજીને પછી જ તેમનો આદર કરવો જોઈએ. તે કારણથી અમે અમારા આ નાનકડા પુસ્તકમાં, ગુરુ કૃપાથી મળેલ, અમારા અનુભવ અનુસાર શ્રીપંચપરમેષ્ઠિ મહામંત્રને, બનતી રીતે સમજાવવા ઉદ્યમ કર્યો છે. પંચપરમેષ્ઠિમહામંત્રને સમજવાથી દેવ-ગુરુ-અને ધર્મ આ ત્રણે બરાબર સમજી શકાય છે.
પ્રવ–આ પંચપરમેષ્ઠિમહામંત્રમાં પેલા અને બીજા પદથી દેવની ઓળખાણ અને ત્રીજા, ચેથા અને પાંચમા પદથી ગુરુની ઓળખાણ બતાવી છે, આ વાત બરાબર છે,' પરંતુ ધર્મની ઓળખાણ આમાં કઈ જગ્યાએ આવી ?
ઉ–આપણે જે પંચપરમેષ્ઠિભગવંતનું સ્વરૂપ વિચાર્યું