________________
૫૦૧
મેક્ષમાં પધાર્યાં ત્યારથી, અત્યાર સુધીના ૨૪૯૦ વર્ષના ગાળામાં, હજારાની નહિ પણ લાખ્ખાની સખ્યામાં ઉચ્ચકેટિના ચારિત્ર આરાધનારા મુનિરાજો થયા છે.
કેટલાક જાજ્જીવ છ વિગઈના ત્યાગી થયા છે. કેટલાક કેવળ જુવાર વગેરે એક જ અનાજના ખારાક વાપરી, સંપૂર્ણ જીવન આરાધના કરનાર થયા છે, કેટલાક સર્વ રસકસના ત્યાગી થયા છે, કેટલાક હુંમેશાં અગ્યાર અંગે વિગેરે શાસ્ત્રોના સ્વાધ્યાંય કરનારા થયા છે. કેટલાક રાત-દિવસમાં અતિ અલ્પ નિદ્રા લેવા પૂર્વક, ઘણી અપ્રમાદ દશામાં રહેનારા થયા છે. કેટલાક સેા, અસે, પાંચસેા કે ચૌદસે વિગેરે સખ્યા જેટલા ગ્રંથા અને લાખા-ક્રાડા–લેાકેા નવા અનાવી, ધર્મ, શાસન અને દેશને લાભ આપી ગયા છે. કેટલાક સેકડો જિનમ'દિરા અને જિનપ્રતિમાઓ દ્વારા, શ્રીજૈનશાસનની આરાધના અને પ્રભાવના કરી ગયા છે, કેટલાક હજારાની સંખ્યામાં સાધુ અને સાધ્વીજીઓ ઉત્પન્ન કરી, શ્રીજૈનશાસનની પર′પરા મજબૂત કરતા ગયા છે. એટલે શ્રીજૈનશાસનના ત્રણેકાલના સંપૂર્ણ મનુષ્યક્ષેત્રના કેવલ સુધાજીવી ( આ લેાકની કોઈપણ ઇચ્છા વગરના) મહામુનિરાજો જે જગતના એકાન્ત ઉપકારી હતા તે, વમાનમાં છે તે, અને ભવિષ્યમાં થવાના છે તે સર્વેને ‘નમો હોપ સવ્વસાદુળ' પદ્માચ્ચારથી આપણા નમસ્કાર થાય છે. આ નમસ્કાર વડે સંપૂર્ણ સાવધાન અને જાણકાર આત્માનાં પચ્ચાસ સાગરોપમનાં પાપ નાશ પામે છે.
આ વાત મધ્યમ કેાટીની જાણવી. ઉત્કૃષ્ટપણે તે જાગૃત આત્માએ તત્કાળ સકા ક્ષય પણ કરી શકે છે.