________________
૫૦૭
જાય છે. આમ માનવાનું શું કારણ?
ઉ–આ પાંચપરમેષ્ઠિભગવંતેને ઓળખવાથી તેમને ખ્યાલ આવે છે. ગુણેને ઓળખીને ગુણને કરેલે નમસ્કાર ફળવાન બને છે. પૂર્વના કવિઓ પણ કહે છે કે, “સ્વામીગુણ ઓળખી સ્વામીને જે ભજે,
| દર્શનશુદ્ધતા તેહ પામે; જ્ઞાન–ચારિત્ર-તપ-વીર્ય ઉલ્લાસથી.
. કર્મ જીતી વસે મુક્તિધામે. ૧.” પ્ર–ગુણીપુરુષને, પૂજ્યપુરુષને, કે મોટા માણસને, ઓળખ્યા વિના, નમસ્કારાદિ કરવાથી શું કશે લાભ થાય જ નહિ અથવા નુકશાન પણ થાય?
ઉ–ઓળખાણ વિના કરાએલા નમસ્કારાદિ, ઓળખાણ -વગરના ઔષધના સેવન જેવા છે, જેમ ગમે તેવું સારું પણ
ઔષધ, સમજણ વિના કે વિધિ વિના વપરાય તે, ફાયદા કરવાના બદલે નુકશાન પણ કરે છે, તેમ જેને જેટલે અધિકાર હોય, તેને તે મુજબ સમજ્યા વિના, નમસ્કારાદિ કરવાથી તે લાભ તે થતું નથી, પરંતુ વખતે આશાતના લાગે છે. પણ જે સમજીને નમસ્કારાદિ કરાય તે સંપૂર્ણ ફલ આપે છે, અને નુકશાન બીસ્કુલ થતું નથી.
એટલે ગુણ એવા પંચપરમેષ્ઠિભગવંતેના ગુણ જાણનવામાં આવે તે, ઉત્તરોત્તર ગુણીના આદરની વૃદ્ધિ થવા માંડે છે, તેથી તેમની પાસે વસવામાં રસ પડે છે. અને ગુણના બહુ માનથી, ગુણમાં બહુમાન પ્રકટે છે, કહ્યું છે કે, ગુણતણું બહુમાનથી, ગુણતણું બહુમાન, સલુણું"