________________
૫૦૦
તરફ પાછા આવતા હતા. મુસાફરીમાં રસ્તા ઉપર કઈ મહાજ્ઞાની આચાર્ય ભગવાનને દેશના સંભલાવતા જોયા; એટલે તુરત જ મહાવિવેકી વજીબાહકુમારે, પિતાનાં માણસેને આગળ વધતાં અટકાવીને, આચાર્ય ભગવાનનાં દર્શન કરવાની ઈચ્છા જણાવી, અને પિતપતાના વાહનો ત્યાગ કરીને આચાર્ય ભગવાનનાં દર્શન કરવા ગયા, વંદન કરીને સૌ યથાસ્થાને બેસી ગયા અને દેશના સાંભળવા લાગ્યા. દેશના દરેકને ખૂબ જ ગમી ગઈ અને વંદના કરીને પિતાને ઉતારે આવ્યા. ત્યાં આવ્યા પછી કુમાર વજુબાહુએ વ્યાખ્યાનની ઘણી જ પ્રશંસા કરી, જે સાંભળીને ઉદયસાગર નામના શાળાએ પ્રશ્ન કર્યો કે, જે સંસાર અસાર લાગતું હોય તે દીક્ષા કેમ લેતા નથી? કુમાર કહે કે, જો તમે સર્વેની રજા હોય તે, મારી ઈચ્છા છે.” ઉદયસાગરે કહ્યું કે, ખુશીથી દીક્ષા લે, અમે સર્વ ખુશી છીએ.'
આ પ્રમાણેના પરસ્પરના સંવાદમાં, કુમારે પિતાની ભાવના મજબૂત કરી, અને પત્ની તથા શાળાઓને પ્રતિબંધ પમાડીને, તે જ આચાર્ય મહારાજ પાસે બધાએ દીક્ષા લીધી, અને દોષ વગરનું ચારિત્ર પાળીને મેક્ષમાં ગયા. .
આવા મહામુનિરાજે આ અવસર્પિણ કાળમાં અસંખ્યાતા થયા છે. અને આરાધના કરીને મેક્ષમાં ગયા છે. અને કેઈ અલ્પકાળમાં મોક્ષે જસે. ભૂતકાળમાં અનંતા થયા છે. જેમનાં ચારિત્રનાં વર્ણન વાંચવા કે સાંભળવાથી, ધમી આત્માઓને પણ નવાઈ લાગે તેવાં હતાં. આ તે સર્વજ્ઞ ભગવંતેના કાળની વાત છે, પરંતુ ભગવાન મહાવીરદેવ