________________
ઘરના જમાઈરાજ છે. છતાં પરિવાર તેમને ઓળખી શકે નહિ, અને તેઓ બન્ને મુનિરાજોએ ઓળખાવવા પ્રયત્ન કર્યા સિવાય કાંઈપણ વહેર્યા વગર ચાલતા થયા.
પ્રવ–શાલિભદ્ર જેવા પુત્ર અથવા ઘરના માલિકને અને ધન્નાજી જેવા જમાઈને ન એલખ્યા એનું શું કારણ?
ઉ–આ મહાપુરુષોએ તપસ્યાથી શરીરને ખૂબ કૃશ બનાવી નાખ્યું હતું. જેથી શરીરના રંગઢંગ પણ બદલાઈ ગયા હતા. શરીરમાંથી લોહી અને તેજ લગભગ નામશેષ થયાં હતાં. રાતદિવસ ટાઢતડકામાં ખુલ્લા શરીરે રહેવાથી ગેરાશ ચાલી ગઈ હતી. એટલે તેમને કેઈએ એાળખ્યા નહિ.
પ્રવે–તેમને ધન્નાજી અને શાલિભદ્રજીને જમાઈ અને પુત્ર તરીકે ઓળખ્યા નહિ એ બનવા ગ્ય છે. પરંતુ વીતરાગના મુનિરાજ તરીકે પણ તેમને કેઈએ આદર કેમ ન કર્યો?
ઉ–જે કે મુનિરાજ તરીકે તેમને આવા સુશ્રાવિકાના ઘરમાં ચેકસ આદર મલ જોઈએ. એ વાત તદ્દન સાચી છે. પરંતુ ભગવાન મહાવીરદેવ પધાર્યાના સમાચાર આવ્યા હતા. તેથી આ પરિવાર પ્રભુજીને વંદન કરવા જવાની તૈયારીમાં વ્યગ્ર હતું. એટલે ખાસ મનુષ્યનું મુનિરાજે તરફ ધ્યાન ગયું નહિ એથી મુનિરાજને આદર ન થયે.
પ્રવ–શાલિભદ્રશેઠ શ્રેણિક રાજાના ખોળામાં બેઠા હતા. ત્યારે, ડી વારમાં ગભરાઈ ગયા હતા, રાજાના શરીરની ગરમી પણ તેમનાથી સહન થઈ નહિ, તથા સાતમા માળથી ઉતરીને નીચે આવવું એ પણ, એમને મુશ્કેલ હતું, ત્યારે ચારિત્રમાં આટલી મોટી સહનશક્તિ કયાંથી આવી?