________________
૪૯૭
વિરહ સાંભળીને ખુબ જ ઘવાઈ ગઈ. જમીન ઉપર પટકાઈ મૂછિત થઈ ગઈ અને ક્ષણવારે બેઠી થઈને પતિને વિનવવા લાગી, “સ્વામિનાથ! મારી મોટી ભૂલ થઈ છે. હું તે સહજ હસતી હતી. મારાં હાસ્યનાં વાક્ય આપે આમ ગણીને ગાંઠે બાંધવાં વ્યાજબી ગણાય નહિ.”
મહાસતી સુભદ્રાદેવીની નમ્રતા અને કેમલતાથી તરબોળ વિનંતી સાંભળીને, ધનાજી બોલ્યા કે, “દેવિ ! તમે જે કહ્યું તે સાચું જ કહ્યું છે, અવસરને ઉચિત કહ્યું છે, મને જરા પણ કડવું નથી લાગ્યું, પરંતુ અમૃત કરતાં પણ ખૂબ મીઠું લાગ્યું છે. મેં તમારા વચનેથી ઉશ્કેરાઈને નહિ, પરંતુ ખૂબ જ મનન કરીને, આગલપાછળને વિચાર કરીને, નિર્ણય કર્યો છે. હું જે બોલ્યો છું, તે હવે કઈ પણ કારણથી બદલાશે નહિ.” આ પ્રમાણે મહાસતી સુભદ્રાપ્રમુખ આઠે પત્નીઓને સમજાવીને, ધન્નાજી શાલિભદ્રના ઘેર ગયા અને વૈરાગ્યમય વચને સંભળાવીને દીક્ષાની તૈયારી કરાવી.
અને બંને શાળા-બનેવીએ, મેટા આડંબરથી પ્રભુમહાવીર દેવ પાસે દીક્ષા લીધી, ત્યારબાદ જ્ઞાનાભ્યાસમાં તલ્લીન અને ધ્યાનમાં મસ્ત બની, ઉગ્ર તપશ્ચર્યાઓ કરતા, પ્રભુશ્રીમહાવીરદેવની સાથે વિહાર કરતા એક વખત રાજગૃહી-નગરીમાં આવ્યા. અને એક માસના ઉપવાસના પારણે, પ્રભુજીની આજ્ઞા લઈને, ભદ્ધાશેઠાણુના ઘેર હરવા ગયા. ધન્ના અને શાલિભદ્ર બંને મુનિવરે, ત્યાં જઈને ધર્મલાભ આપી, ક્ષણવાર થોભ્યા. બંને મનિવમાંથી એક જણ, આ ઘરબાર, માલમીકત, નેકર ચાકર, અને નારી પરિવારના માલિક છે. અને બીજા આ
૩૨