________________
૯૫
દ્રાદેવી, પિતાના સ્વામીનાથ ધન્નાજીને સ્નાન કરાવતાં કરાવતાંમાથાના વાળ સમારતાં હતાં. ભાઈના ત્યાગની વાત મનમાં ખટક્યા કરતી હતી. ભાઈ દીક્ષા લેશે તે ભાભીઓની શી દશા માતાની શી દશા? આ બધી સંપત્તિની શી વલે? આવા શેકમાં સુભદ્રાદેવીની આંખમાંથી આંસુ ટપકર્યું અને સ્વામી નાથના શરીર ઉપર પડ્યું.
આંસુના ઉષ્ણ સ્પર્શથી, ધનાજીનું ધ્યાન ખેંચાયું, અને. પાછું વાળીને પોતાની વ્હાલી પ્રિયા સુભદ્રાના મુખ સામું જોયું,. જોતાંજ સુભદ્રાનું આંસુથી ભરાયેલું મુખ ભાળીને, ધનાજીએ. સુભદ્રાદેવીને પ્રશ્ન પૂછ્યું, દેવી! તું રાજગૃહીનગરીના એક મહાશ્રીમંતની એકની એક પુત્રી છે. દેવતાઈ સુખને ભગવનાર શાલિભદ્ર જેવો તારે ભાઈ છે. સ્ત્રી હોવા છતાં, પુરુષની બુદ્ધિને પણ મહાત કરનારી,મહાબુદ્ધિમતી,સતી ભદ્રાશેઠાણી તારી માતા છે. તારી સર્વ ઈચ્છાઓને પુરનારે હું તારે સ્વામી છું. હવે તારે કઈ પ્રકારની ઓછાશ છે કે, તું આમ અત્યારે રાઈ રહી છે? તારૂં એક આંસુ પડે છે, ત્યાં મારૂં દશતેલા લેહી સુકાઈ જાય છે.
પિતાના સ્વામીનાથનાં આવાં પ્રેમથી ભરેલાં, તદન. સાચાં વચને સાંભળીને, સુભદ્રાદેવીએ જવાબ આપે કે,
સ્વામીનાથ! મારી સુખસામગ્રીમાં કસીજ કમીના નથી. આપે ફરમાવી છે તે મુજબ જ છે. પરંતુ મારા બંધુ શાલિભદ્રજી આજથી એકેક પત્નીને ત્યાગ કરવા લાગ્યા છે. બત્રીશમેં દિવસે બત્રીશે સ્ત્રીઓ અને સર્વ સંપત્તિને ત્યાગ કરીને, દિક્ષા. લેશે. તેથી મને ઘણું જ દુઃખ થાય છે. સુભદ્રાદેવીનાં વચને