________________
૪૪
શકતે નથી.
રાજાએ કુમારને જવા આજ્ઞા આપી, અને મહારાજા પિતે પણ જવાને માટે ઊભા થયા, શેઠાણીએ રાજાને ઘણાં ભેટણ મૂક્યાં, અને ખૂબ જ ખુશી કરીને વિદાય આપી. આ બાજુ શાલિભદ્રકુમાર માતાને પૂછે છે કે, “માતા ! આ બધા મેમાન કેણ હતા” માતા કહે છે કે ભાઈ આ આવેલા મહેમાને પૈકી, મુખ્ય હતા તે આ મગધદેશના માલિક અને રાજગૃહીનગરીના ધણી શ્રેણિકરાજા છે, અને તે આપણા સર્વના સ્વામી છે. તેઓ જ ખુશી થાય તે, આપણને આનંદમાં રાખે અને રેષાયમાન થાય તે, આપણું બધું જ આંચકી. લે, ઘરબાર લુંટી લે અને કારાગૃહમાં મોકલી દે, એટલે તેમની કૃપા હોય તે જ, સુખપૂર્વક રહેવાય અને તેમની અકૃપા થાય તે, ક્ષણમાં મહાદુઃખી થઈ જવાય, - માતાનું કહેવું સાંભલીને, શાલિભદ્રકુમાર મનમાં વિચાર કરવા લાગ્યા કે, ગયા જન્મમાં મેં, સંપૂર્ણ ધર્મની આરાધના કરી હોય તેમ જણાતું નથી. જે ધર્મની આરાધના પુરેપુરી કરી હોય તે, હજી મારા માથે ધણી શા માટે હોય? માટે આજથી મારે બત્રીશ સ્ત્રીઓ પૈકી એકેક સ્ત્રીને ભેગ, ઓછા કરે. અને બત્રીશમા દિવસે બત્રીશે સ્ત્રીઓ અને આ સુખસામગ્રીને ત્યાગ કરીને, પ્રભુ મહાવીરસ્વામી પાસે દીક્ષા. અંગીકાર કરવી.
ડી જ વારમાં આ વાતને ગામમાં ફેલાવો થયો તેજ ગામમાં વસતા, ધન્નાજીશેઠ સાથે પરણાવેલાં સુભદ્રા નામનાં બહેનને સાંભળવામાં આવ્યું. તે ફક