________________
૪૯૨
હાવા છતાં, મારી રાણીએ માટે, એક કામળ પણ લઇ શકયે નહીં. માટે મારે શ્રેષ્ઠિવ ને પાસે બેલાવીને જોવા જોઇએ.
આમ વિચાર કરીને, ખીજા દિવસે પેાતાના ખાસ પ્રધા-ને, ભદ્રાશેઠાણીના ઘેર મેક્લ્યા. પ્રધાનાએ શેઠાણી પાસે આવીને, શાલીભદ્રશેઠના સમાચાર પૂછ્યા, અને શેઠને મળવાની રાજાની ઇચ્છા જણાવી, સાથે રાજાએ પાતાની પાસે ખેલાવ્યા છે, તે પણ જણાવ્યું.
પ્રધાનોના પધારવાથી શેઠાણી ઘણાં ખુશી થયાં, અને તેમનું ઘણું જ સન્માન કર્યું, અને પછી બહુ નમ્રતાથી જણા-વ્યું કે, શાલીભદ્રકુમાર આપને મળી શકશે નહિ, તેમ રાજદરબારમાં આવી શકશે પણ નહિ, તે અંગે મારા મુનીમા ત્યાં આવીને, મહારાજાને, બધી વાત નિવેદન કરશે, શેઠાણીના વિનય—નમ્રતા અને સત્કાર-સન્માનથી, પ્રધાને ઘણા ખુશી થયા, રાજાપાસેજઇ શેઠાણીના વિવેકનાં ખૂબ જ વખાણ કર્યાં, અને શાલીભદ્રશેઠ નથી આવ્યા તેના ખુલાસે તેમના પ્રધાના (મુનિમા) જણાવશે. એમ કહ્યું. આ વાત થતી હતી તેટલામાં, શાલીભદ્રશેઠના મુનિમા આવ્યા અને મહારાજાશ્રેણિક પાસે મહામૂલ્ય ભેટથું મૂકીને, હાથ જોડી નમ્રતાપૂર્વક ભદ્રાશેઠાણીના સ`દેશ જણાવવા લાગ્યા, મહારાજ ! અમારા. શેઠાણી ભદ્રાદેવી આપને નમ્રતાપૂર્વક જણાવે છે કે, “આપ-સાહેબ મારા પુત્ર શાલીભદ્રને, પેાતાની પાસે ખેલાવા છે. પરંતુ મારા પુત્ર ઘણેા સુકુમાળ છે, અને એ કયારે પણ સાતમા માળથી નીચે ઉતરતા નથી. એટલે ઘરની બહાર જવાની તે વાત જ શી ! એને ઉપલા માળથી નીચે આવતાં