________________
કટ્સ
પણ ઘણે પસીને થાય છે અને પરિશ્રમ લાગે છે. જેમ માખણને પીંડ જરા પણ તાપ સહન કરી શક્તા નથી, તેમ મારો પુત્ર સૂર્યના કિરણો પણ ખમી શકતા નથી, માટે હે પૃથ્વીનાથ! અમે આપને જરા પણ અનાદર કરતા નથી, પરંતુ નમ્રતાપૂર્વક વિનંતિ કરીએ છીએ કે, આપ અમારા ઘેર પધારો, અને અમને દર્શન આપી કૃતાર્થ કરે,
ભદ્રાશેઠાણીના મુનિમની પ્રાર્થના સાંભળીને, રાજા શ્રેણિક ઘણા જ ખુશી થયા, અને શાલીભદ્રના ઘેર આવવાની હા પાડી, ભદ્રાશેઠાણીએ પણ રાજભુવનથી પિતાના ઘર સુધી, ઘણી જ રચનાઓ કરાવી, અને મહારાજાના આવવાના ટાઈમે પ્રધાનમનુષ્યોને સામા મેકલ્યા. રાજા શ્રેણિક પિતાના મુખ્ય પુત્ર અને બધા પ્રધાનેમાં અગ્રેસર અભયકુમારને સાથે લઈને, ભદ્રાશેઠાણને ઘેર પધાર્યા.
શેઠાણીના મહેલ, નેકર-ચાકર અને ઘરનો બીજો ઠાઠ જોઈને, રાજા ખૂબ જ ખુશી થયા, અને શેઠાણીએ આપેલા સિંહાસન ઉપર બેઠા. ઘરની કેટલીક જાણવા યોગ્ય વાત જાણીને, શાલીભદ્રને મળવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી.
ભદ્રાશેઠાણીએ શાલીભદ્રને નીચે બોલાવ્યા. માતાની આજ્ઞા થતાં શાલીભદ્ર નીચે આવ્યા. માતાએ મહારાજા શ્રેણિકની ઓળખાણ આપી. શ્રેણિક રાજાએ પણ કુમારને ઘણા પ્રેમથી પિતાના ઉસંગમાં (ખળામાં) બેસાર્યા, પરંતુ ક્ષણવારમાં
રીભદ્રકુમાર પસીનાથી રેબઝેબ થઈગયા. તેદેખી
' એ રાજાને હાથ જોડીને પ્રાર્થના કરી કે, મહારાજ ! વળી જવાદો, એ આપના શરીરની ગરમી સહન કરી