________________
૪૫૨
વિનય ઘણું હતું, પરંતુ આજ્ઞાને અંશ પણ ન હતે.
શ્રી જૈનશાસનને નહિ પામેલા એવા ઘણા મનુષ્યમાં, વિનયગુણ જોવા મળે છે. અનાર્ય મનુષ્યમાં પણ, વિનયગુણ ખૂબ હોય છે. પરંતુ ભગવાન વિતરાગની આજ્ઞા ન હોય તે, એકલે વિનયગુણ પરલેકનાફળને આપ જ નથી, અને પ્રાયઃ શ્રી જૈનશાસનના અભાવવાળા મનુષ્યોને વિનય ગુણ, આ ભવના સંબંધ પૂરતું જ હોય છે.
પ્ર—વિનયમાં વળી આભવના સંબંધને અને પરભવના સંબંધને, આ ભેદ કેવી રીતે ઘટી શકે?
ઉ–ગુણ કે ગુણીની ઓળખાણ વિના, જે નમ્રતા અને સેવા ગુણ આવે છે, તે આ લેકના સંબંધવાળે વિનય ગણાય, અને જ્યાં ગુણની મુખ્યતાએ જ વિનયગુણ આવે, તે વિનય પરલેકના ભલા માટે ગણાય છે. એટલે જેમ બને તેમ,ગુણોને ઓળખવા માટે પ્રયત્ન કરે જઈએ, અને ગુણેને ઓળખ્યા પછી, ગુણના આધાર ગુણી આત્માઓને, ઓળખવા જોઈએ, પછી ગુણ-નિર્ગુણીને ભેદ સમજીને, થાય એટલે ગુણીને વિનય કરે. કારણ કે તેજ પરલકના ભલા માટે થાય છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે – उत्तमगुणानुराओ, निवसइ हिययमिम्म जस्स पुरिसस्स । आतित्थयरपयाओ, न दुल्लहा तस्स रिद्धिओ ॥१॥ ' અર્થ–જે મહાભાગ્યશાળી આત્માના ચિત્તમાં, ઉત્તમ પુરુષના ગુણને રાગ વસેલે છે, તેવા આત્માઓને, તીર્થકરપદવી સુધીની રિદ્ધિઓ પણ દુર્લભ નથી. મતલબ કે ગુણાનુરાગી એવા વિનયી આત્માઓને આ સંસારનાં તમામ સુખ સાંપડે છે.