________________
ચિદાનંદ ઈશ્યા જન ઉત્તમ, સે સાહિબકા પ્યારા.
અબધુ! નિર્પક્ષ વિરલા કેઈ.
દેખ્યા જગ સબ જેઈ, અબધુ પા” ભાવાર્થ–જગત આખું રાગ અને દ્વેષથી વ્યગ્ર બનેલું હોવાથી, એક વસ્તુ ઉપર પ્રેમ અને બીજા ઉપર દ્વેષ થાય છે, એટલે દુનિયાભરમાં કેઈ નિરપક્ષ રહી શકતું નથી. માટે જ જ્ઞાની પુરુષોને કહેવું પડયું છે કે, તમામ દેવ અને મનુષ્યની સૃષ્ટિ તપાસી જોઈ, પરંતુ નિરપક્ષ છવ કઈ મળતું નથી.
જે આત્માના ચિત્તમાં સમભાવદશા પ્રગટ થઈ હોય, અને આ સારું, આ નબળું, આ ઉંચું, આ નીચું, આ મારું, આ તારું, આવા તરાવાળી સ્થાપન-ઉત્થાપનદશા જેની નાશ પામી હોય, તે મહાભાગ્યશાળી આત્મા જ, અવિનાશીશ્રીવીતરાગપ્રભુના ઘરની વાત સમજી શકશે. (૧) જે મહાપુરુષને રાજા અને રંકને ભેદભાવ રહ્યો ન હય, સુવર્ણ અને પત્થર બંને ઉપર સમાનતા પ્રકટી હોય, તથા નારીરૂપ નાગિણું– સાપણીને મનવચન-કાયાથી પરિચય ત્યજી દીધું હોય, તે આત્મા શિવમંદિર દેખી શકે છે. અર્થાત્ મેક્ષ પામી શકે છે. (૨) પિતાની નિન્દા અને સ્તુતિ, શ્રવણે કાને સાંભળીને જેના મનમાં હર્ષ કે શેક થાય નહિ. જગતભરમાં તે મહાપુરુષને જ, સાચા યોગી અથવા પૂર્ણ ચગી સમજવા. તે મહાનુભાવ ગુણોની નિસરણના પગથી, એક પછી એક ચડ્યા જ કરે છે, પણ નીચા ઉતરતા નથી. (૩) જે મહાપુરુષમાં ચન્દ્રના જેવી સૌમ્યતા-શીતળતા, સમુદ્રના જેવી ગંભીરતા અને ભારડ પક્ષીની પેઠે, અપ્રમત્ત-અપ્રમાદી દશા પ્રકટ થઈ હોય. અને