________________
४७४
ઉ–એક નહિ પણ તેવા હજારો મહાત્માઓના દાખલા, જૈન સાહિત્યમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધન્નાજી, શાલિભદ્રજી, ધન્ના કંદી, મેતાર્યમુનિ, હરિકેશીબલ મુનિ, સુકેશલમુનિ, કીર્તિધર રાજર્ષિ, ઢઢણમુનિ, અંધકમુનિ, મેઘકુમાર, દેવકીજીના છ પુત્ર, ખંધરસૂરિના ચારસે નવાણું શિષ્ય, વિગેરે હજારે મુનિપ્રવરો થઈ ગયા છે. જેમના દાખલા વાંચવાથી વાચકને ખ્યાલ આવશે કે શ્રીવીતરાગના મુનિરાજે કેવા હોય છે?
પ્ર–દિવાલીક૫ વિગેરે પુસ્તકમાં, નવ છગડા સાધુઓ નરકમાં જવાના જણાવ્યા છે, તે પછી સાધુપણું લેવાથી ફાયદે શું ? જે સાધુઓ પણ નરકમાં જતા હોય તે, એવા સાધુ થવાની જરૂર શી?
ઉ–જેમ મુંબઈ કે કલકત્તા જેવી નગરીમાં કેઈ મનુષ્ય દશ વીશ લાખ રૂપીયા લઈને જાય. ત્યાં શરાફની કે ઝવેરાતની બજારમાં દુકાન કરે, પછી વખતે દેવાળું પણ કાઢે અને કેદમાં પણ જાય, તેથી બજાર અને દુકાન ગુન્હેગાર ખરાં ? કહેવું જ પડશે કે, બજાર અને દુકાન તો કમાવાનું સાધન છે. સારી બજાર અને સારી દુકાન પ્રાયઃ કમાવામાં મદદગાર થાય છે. પરંતુ જેને વેપાર કરતાં જ ન આવડે, અથવા ઊંધા વેપાર કરે, પછી તે મુડી ગુમાવે કે દેવાળું કાઢે, તેમાં બજાર કે દુકાનને ગુને નથી. પરંતુ પિતાની મૂર્ખાઈ જ કારણભૂત છે. તેમ સાધુપણું તે મોક્ષ અને દેવલેકમાં જ લઈ જાય છે. કહ્યું છે કે, ___“एगदिवसंपि जीवो, पवज्जमुवागओ अनन्नमणो ।
*जइ नवि पावइ मुक्खं, अवस्स वेमाणिओ होई ॥ १॥"