________________
४८६
અઢળક ધન હતું, તેથી ધન્યકુમાર પત્નીઓની સાથે દેવતાઈ સુખે ભેગવતા હતા. જગતમાં હામ, દામ ને ઠામ સુખનાં સાધને કહેવાય છે. આ ત્રણે સાધને ધન્નાજીના ઘરમાં ઉભરિાતાં હતાં, અર્થાત્ એક તે ધન્નાજી પોતે મહાબુદ્ધિશાળી હતા, યુવાન હતા, બહુ રૂપાળા હતા, નીરોગી હતા બીજું ઘરમાં લક્ષ્મીને પાર ન હતું. અને બત્રીશ પરણેતર પત્નિીઓ હતી, પરસ્પર સંપ પણ અસમાન હતું, રાજાની પણ પૂર્ણ કૃપા હતી, ધનવાન મનુષ્ય સાથે સંબંધ હતા. એટલે તેના જીવનની દરેક ક્ષણો દેવતાઈ સુખમય વ્યતીત થતી હતી.
એવામાં એકદા ગ્રામનુગ્રામ વિહાર કરતા, ત્રણ લોકના નાથ ભગવાન શ્રી મહાવીર સ્વામી પધાર્યા. દેવેએ સમવસરણની રચના કરી. વનપાલકે રાજાને વધામણ આપી, નગરવાસી લેકે સાથે રાજાજિતશત્રુ મોટા આડંબરથી પ્રભુજીને વંદન કરવા પધાર્યા. સાથે ધન્નાજી પણ માતા અને પત્નીઓ સહિત, પ્રભુજીની દેશના સાંભળવા ગયા.
ભગવાન શ્રીમહાવીરદેવ ફરમાવે છે કે, “હે ભાગ્યશાળી જી? આ સંસારના તમામ વિષયો વિષ જેવા છે, સંગે સ્વપ્ન જેવા છે, સુખો કિપાકના ફળ જેવાં છે, લક્ષ્મી વિજળીના ઝબકારા જેવી છે, નારીને સમાગમ નાગણના કરંડીયા જે છે, આયુ નદીના પુર જેવું છે. આવા અલ્પસુખને અંતે મહાદુખમય સંસારમાં શા માટે ફસાઈ રહ્યા છે?” આવાં પ્રભુ શ્રીમહાવીરદેવનાં વચન સાંભળવાની સાથે, ધન્યકુમારને સંસારનાં તમામ સુખ ઉપર ઉગ પ્રકટ થયો.
દેશના પૂર્ણ થતાં, પ્રભુજીને વંદન કરી હાથ જોડીને ધન્ય