________________
૪૮૭
કુમાર પ્રાર્થના કરવા લાગ્યા, “હે પ્રભુજી! ઘેર જઈ માતા તથા પત્નીઓને સમજાવી, તેમની રજા મેળવી, આપશ્રીની પાસે આવું છું. આપ શેડે વખત જરૂર અહીં સ્થિરતા કરવા કૃપાવંત થશે. એમ કહીને ધન્નાઇ પરિવાર સાથે ઘેર આવ્યા. માતાજીને તથા પત્નીઓને દીક્ષા લેવાની પોતાની ઈચ્છા જણાવી, અને તેમની અનુમતી માગી.
માતાને એકને એક પુત્ર હોવાથી,ધન્નાજીની દીક્ષા લેવાની માગણું સાંભળતાની સાથે જ,એકદમ મૂર્છા આવી ગઈ. અનુકૂળ ઉપચારોથી સ્વસ્થતા પામીને, ધન્નાજીને સમજાવવા ઘણું દલીલો કરી. “હે પુત્ર! તું હજી બાળક છે, કેળને ગર્ભ જે સુકુમાર છે, તું હજી ક્યારે પણ જમીન ઉપર ચાલ્યા નથી, તું ટાઢ, તાપ કે, વર્ષાદના ઉપદ્રવે સહન કરી નહી શકે, તારા ખાનપાન, સ્નાન અને ભોગવિલાસ તને ક્ષણવાર પણ દીક્ષામાં સ્થિર થવા નહી આપે, તું કેવળ સુખમાં ઉછર્યો છે, સુખમાં પાષા છે, અને સુખમાં તરબોળ બનેલો છે. એટલે તારાથી પાંચ મહાવ્રત પાળવાં ઘણાં જ મુશ્કેલ છે.
વલી ચારિત્રનું પાલન કરવું તે, ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે, મણના દાંતે લોઢાના ચણા ચાવવા સમાન છે, વેળુના કેળીયા ખાવા સમાન છે, અર્થાત્ વીતરાગ-શાસનના મુનિરાજનું ચારિત્ર એટલે, ઈરાદા પૂર્વક બધાં જ પૌગલિક સુખને તિલાંજલી આપવી, અને બધી જ મુશીબતે અને અગવડેને નેતરવા સમાન છે. બારેમાસ બધા જ સ્વાદેને ત્યાગબાના હોય છે, ઉઘાડા શરીરે ટાઢ અને તાપ, પવન અને વર્ષોના ઉપદ્ર સહન કરવાના હોય છે, મન, વચન અને કાયાથી સ્ત્રીના ભાગે