________________
૪૮૫ .
ખમાવેલ છે, અને ત્રીજી ગાથામાં સર્વ જીવોને ખમાવ્યા છે. જેમ અહીં છેલ્લી ગાથામાં સજીને ખમાવ્યા છે તેમાં પણ, પેલી બે ગાથાના સર્વે મહાત્માઓને ક્ષમાપના થઈ જાય છે, છતાં પ્રથમની બે ગાથામાં વિશેષગુણીને જુદા પાડીને ખમાવ્યા છે, તે ગુણ પુરુષના આદરની પુષ્ટિ કરવા માટે છે. - જેમ કેઈ પરદેશી મનુષ્ય, રાજાની સભામાં જાય છે. તે સૌ પહેલાં રાજાને પ્રણામ કરે છે. પછી પ્રધાન મંડળને અને ત્યારબાદ સમગ્ર સભાને પ્રણામ કરે છે. અહીં પણ સમગ્ર સભાને પ્રણામ કરતી વખતે, રાજા અને પ્રધાન મંડળને પ્રણામ થઈ જાય છે, છતાં રાજા અને અધિકારીઓના બહુમાન માટે, તેમને જુદે અને પહેલે પ્રણામ કરાય છે. તે જ પ્રમાણે, અરિહંતાદિમહાપુરુષોને પણ તે મહાપુરુષના ઉચ્ચતમગુણોના બહુમાન માટે સાધુપદથી જુદે અને પ્રથમ પ્રણામ કરે વ્યાજબી છે.
શ્રીજનશાસનમાં સાધુપણુની આરાધના કરનારા અનંતકાળમાં અનંતા આત્માઓ થઈ ગયા છે. તેમાંથી આપણે ચેડા ઉદાહરણે અહિં જોઈએ.
મહામુનીશ્વર ધન્નાજીની સ્થા આ મહામુનિરાજ કાકંદી નગરીના વતની હતા. તેથી લેકે તેમને ધન્ના કાકંદી તરીકે ઓળખે છે, તેમના પિતાશ્રી સ્વર્ગવાસ થએલા હોવાથી, ઘરને તમામ વ્યવહાર ભદ્રામતાં ચલાવતાં હતાં. ધન્યકુમાર યૌવનવયને પામ્યા, એટલે માતાએ મોટા-મેટા શ્રીમંતની બત્રીશ પુત્રીઓ સાથે તેમનું પાણીગ્રહણ કરાવ્યું, માતાને એકનાએક લાડીલે પુત્ર હતા, અને ઘર 1