________________
૪૮૦
આવી શકશે.
કેટલાક મહામુનિરાજે, વર્ષોથી બારે માસ એકાન્તરા ઉપવાસ કરે છે. તથા કેટલાક બે ઉપવાસ કરી એક દિવસ જમનારા પણ છે. એટલે શ્રીવીતરાગ શાસનમાં, અત્યારે પણ સમ્યગુદર્શન-જ્ઞાન–ચારિત્રની આરાધના કરનારા, રત્ન જેવા સાધુઓ અને સાધ્વીઓ ઘણા છે.
પ્રટ–અમને તે ચેખું જણાય છે કે, આ કાલમાં સાચા સાધુ મળવા મુશ્કેલ જ છે?
ઉ–મળવા મુશ્કેલ છે એ બરાબર છે. પરંતુ સર્વથા અભાવ જ છે, એમ બોલવું બીલકુલ વ્યાજબી નથી, કારણ કે ઘણાખરા મનુષ્ય ઉપલકીયા હેય છે, ઊંડો અભ્યાસ કરતા જ નથી, વસ્તુમાત્રમાં ઊંડા ઉતરાય તે જ તેને સમજી શકાય છે. બીજી વાત એ પણ છે કે, ઘણાખરા મનુષ્યને પિતાના ધર્મની શ્રદ્ધા હોતી નથી. એટલે સાધુ સંસ્થાને સુગવાળી નજરથી જુએ છે, જે શ્રદ્ધાપૂર્વક શ્રીજૈનશાસનના સાધુ અને સાધ્વી મહારાજના પરિચયમાં અવાય તે, રત્ન જેવા સાધુ અને સાધ્વીઓ અને તેમનું ચારિત્ર પ્રેક્ષકને આનંદ ઉત્પન્ન કરી મળી શકે.
આ તે આપણે માત્ર આ ભરતક્ષેત્રની જ વાત વિચારી. પરંતુ આવા બીજા ચાર ભરતક્ષેત્ર છે, તથા પાંચ એરવત ક્ષેત્ર છે. ત્યાં બધી જગ્યાએ આરાધક સાધુ-મુનિરાજે વિચરી રહ્યા છે. તથા પાંચ મહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજયેમાં અત્યારે પણ કેડેની સંખ્યામાં સાધુઓ અને સાધ્વીજીઓ આરાધના કરતાં વિચરે છે.