________________
४७४
વધેલા, ઈંગ્લીશ અભ્યાસવાળા લગભગ ૫૦ જેટલા ભાગ્યશાળી જી, શ્રીવીતરાગનું સાધુજીવન આરાધી રહ્યા છે. એક વર્ષમાં છમાસ-સાતમાઆઠમાસ-નવ માસ સુધી, આયંબીલની જ તપસ્યા કરીને, તદ્દન લખું જીવન જીવનારા, અને જીહુવા. ઇન્દ્રિયને ખૂબ જ કાબુ ધરાવનારા, પુણ્યવાન આત્માઓ પણ ઘણાય આરાધના કરી રહ્યા છે.
કેટલાક ભાગ્યશાળી આત્માઓ, સારા કુટુંબમાં જન્મેલા. અને લગ્નની વયે વિવાહની ચાલુ તૈયારીમાંથી, કન્યાઓના. મા-બાપ સાથેના સગપણ સંબન્ધ તોડીને, સાધુ બનેલા છે. જેઓ અત્યારે ઉત્તમ જીવન જીવી રહેલા છે. કેઈક હેકટર અને ઇજીનીયર વિગેરે ડીગ્રીએ પામેલા પણ, શ્રીવીતરાગનું સાધુપણું પામીને, આરાધના કરી રહેલા અત્યારે પણ હયાત છે.
સાધ્વીસમુદાયમાં પણ, લગભગ સો જેટલી બહેને, પિતાની હજારેની કે લાખો રૂપીઆની મીક્તને સદ્વ્યય અથવા ત્યાગ કરીને, દીક્ષિત બનેલી અને આરાધના કરી રહેલી. અત્યારે મેજુદ છે. તથા સુરત, ખંભાત, છાણી, ડાઈ, રાજનગર, પાટણ કપડવંજ અને રાધનપુર વિગેરે શહેરે તથા ગામડાંઓમાંથી ઉત્તમકુલમાં જન્મેલી લગભગ ૧૫૦૦) જેટલી. બાળબ્રહ્મચારિણુ સાધ્વીઓ, આરાધના કરી રહેલી છે.
આવા કલિકાલમાં પણ દશ-વીશ મહાત્માઓ વર્ધમાન તપની સે ઓલી પૂર્ણ કરવાની તૈયારીમાં છે. કેટલાક આત્માઓ બારે માસ રસકસ અને ઘી જેવી ઉચ્ચ વસ્તુઓ મોટાભાગે વાપરતા જ નથી. એટલે આ કાલમાં પણ બારીકાઈથી તપાસ કરનારને શ્રીજનશાસનના મુનિરાજોના ત્યાગને બરાબર ખ્યાલ