________________
૪૮૨
પૂર્વ મૂલમાત્ર સંપૂર્ણ લખાઈ રહે. પહેલા પૂર્વ કરતાં બીજા પૂર્વનું પ્રમાણ ડબલ હોય છે, બીજા પૂર્વ થકી ત્રીજા પૂર્વનું પ્રમાણ ડબલ હોય છે, એમ ચૌદ પૂર્વ ઉત્તરોત્તર ડબલ હોય છે. એટલે સંપૂર્ણ ચૌદ પૂર્વ મૂલમાત્ર લખવા હોય તે ૧૬૩૮૩ ઊભેલા હાથી પ્રમાણ સુકી શાહીને ઢગલો જોઈએ. તથા સમ્યગ્દર્શનથી વિચારીયે, તે ઉપમસમ્યક્ત્વી હોય છે, ક્ષાપથમિક-સમ્યકત્વી હોય છે અને ક્ષાયિકસમ્યક્ત્વી હોય છે. તથા ચારિત્રથી વિચારીયે તે સામાયિક–-ચારિત્રવાલા હોય છે, છેદેપસ્થાપનીય–ચારિત્રવાલા. હોય છે, પરિહારવિશુદ્ધિ-ચારિત્રવાલા હોય છે, સૂક્ષ્મસંપાયચારિત્રવાલા હોય છે, યશા ખ્યાતચારિત્રવાલા હોય છે. તથા શ્રેણિદ્વારા વિચારીયે તે ઉપશમશ્રેણિવાલા હોય છે, ક્ષાશ્રેણિવાલા હોય છે, તથા જંઘાચારણ હોય છે, વિદ્યાચાર પણ હોય છે, સ્વયંબુદ્ધ હોય છે, પ્રત્યેકબુદ્ધ હોય છે, અને બદ્ધધિત હોય છે. તથા તીર્થંકરદેવ હોય છે, ગણધર મહારાજ હોય છે, આચાર્ય હાય, ઉપાધ્યાય હેય, ગણાવચ્છેદક હોય, પંન્યાસ હય, ગણી હોય, સ્થવિર હાય, સામાન્ય સાધુ હોય, સાધ્વી હોય, જ્ઞાની હોય, ધ્યાની હોય, વેયાવચી હોય, તપસ્વી હેય, બાલ હય, ગ્લાન હોય, ક્ષુલ્લક હોય, વૃદ્ધ હોય, આ બધા ગમે તે સ્થાન કે અવસ્થામાં હોય. પરંતુ છઠ્ઠાસાતમા ગુણસ્થાનકમાં હય, આઠમા, નવમા કે દશમામાં હેય, અગ્યારમા કે બારમામાં હોય, તેરમા કે ચૌદમાં ગુણસ્થાનમાં હોય, તે બધા શ્રીવીતરાગદેવના મુનિરાજે, ભુતકાળમાં અઢીદ્વિપમાં અનંતા થયા છે, વર્તમાનકાળમાં અઢીદ્વીપમાં કોડની