________________
૪૬૭
અને ઘરના ત્યાગ કર્યાં છે, કુટુંબનેા સ્નેહ અને ખાનપાન પરિધાનની ઈચ્છાએ રાઠી છે. અને આ શરીરને માટી અને રાખના ઢગલા જેવું સમજીને તેને કેઈ પણ પ્રકારના પાપ વડે પોષતા નથી. (૬) સંજમ પાલવા માટે આહાર વાપરવા પડે તેપણુ, તેઓ પાપ વગરને મેળવે છે. લુખા પરિણામે વહેારે છે, તેમાં પણ શરીરના સુખના કે સ્વાદને વિચાર કરતા નથી, અને આઠે પહેાર જાગૃત રહે છે. એટલે આહારાદિના વિચાર સરખા પણુ કરતા નથી. (૭) રસના એટલે જીભના લાલચુ થતા નથી. એટલે વીતરાગના સાચા મુનિરાજે ખાવાપીવામાં જરાપણ લાલચુ હાતા નથી, પરંતુ શરીર પાસેથી કામ લેવા પુરતું ભાડું જ આપે છે. તથા વસ્ત્રના, પાત્રના, કામલ-કપડાના પણ લેાભી થતા નથી. તેમ જ માયા—છળકપટ પણ કરતા નથી. અને જયારે ક્ષુધા, તૃષા ટાઢ, તાપ વિગેરે દુઃખા સહન કરવાના પ્રસંગે આવે ત્યારે, મેરૂપર્વતની પેઠે ધીર અને સિંહની પેઠે બહાદુર બનીને સહન કરે છે. (૮) વળી કર્મને ખપાવવા માટે રાત્રિના વખતે ગામ બહાર શ્મશાનાદિ ભયકર સ્થાનામાં જઇને ધ્યાનમાં ઉભા રહે છે. અને તે વખતે જો ત્યાં સિંહ-વ્યાઘ્ર-સર્પાદિના ઉપસર્ગ આવે, કે ટાઢ–ઠડી આદિના પરિષહ આવે તે પણ મનમાં જરા પણ દીનતા કે ભય લાવ્યા વિના, સિંહની માફ્ક સહન કરે છે. પણ પતન પામતા નથી. રાતા નથી. નાસી જતા નથી. (૯) વળી ગમેતેવા વિરોધી ઉપર પણ, કૈધ લાવતા નથી. અને ક્રષ વિગેરે કરનારાઓને પણ પ્રતિમાષ એટલે ઉપદેશ આપે છે, અને