________________
૪૫૬
જે તેની વિરાધના થાય તે, તે નિહાની માફક સંસારને વધારનારી બને છે. કહ્યું છે કે, “જિનઆણું સુરપાદ, જે ઉગે નિજધામ, પામરતા ભવચકની, અલગી થાય તમામ શાળા જનની ગુણ સઘલા તણી, જિનઆણ કહેવાય, આણ વિણ ગુણગણુ બધા, સામૂછિમ લેખાય મારા પુત્રી જિનવર દેવની, જગ જંતુની માય, જિનઆણા લખમીલે, મુક્તિ કેમ ન થાય? રા
આ રીતે શ્રીવીતરાગની આજ્ઞાપૂર્વક, ચારિત્રની આરાધના થાય તે જ આત્મા અલ્પકાળમાં ભવને પાર પામનાર બને.
પ્ર–જિનાજ્ઞાના પાલનમાં કોના બે મત છે? તે તે સૌને કબુલ જ હોય, પરંતુ જો ગુરુની આજ્ઞા ન પાલે તે તેથી નુકસાન શું?
ઉ૦–રાજ્યમાં પળાતી આજ્ઞા તે, રાજાની જ આજ્ઞા ગણાય છે. પરંતુ રાજા કાંઈ બધે ઠેકાણે જાતે જઈ શકતા નથી. માટે રાજાના અધિકારીઓના હુકમને, રાજાને હુકમ માની, માન આપવું પડે છે. અધિકારીઓને હુકમ ન માને તે, રાજાને હુકમ ન માનવા બરાબર છે, અને તેને રાજાની આજ્ઞા મુજબ જ દંડ થાય છે. માટે લેકે પણ રાજાની આજ્ઞા પ્રમાણે જ, અધિકારીઓની પણ આજ્ઞા માન્ય રાખે છે.
અહીં પણ દરેક કાળમાં શ્રીજિનેશ્વરદેવ વિદ્યમાન હોતા નથી, પરંતુ શ્રીજિનેશ્વરદેવના આગમનું રહસ્ય સમજેલા, તથા સંપૂર્ણ જિનાજ્ઞા-પાળનારા એવા ગુરુદેવેની જે આજ્ઞા, તે શ્રીજિનેશ્વર દેવાની જ આજ્ઞા ગણાય છે. વળી ગુરુ આજ્ઞા