________________
૪૫૮
ભવોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય છે ?”
અર્થ–સમક્તિ અથવા ધર્મના દાતાર ગુરુમહારાજ, બદલે કોડે ભવ અને સર્વ ઉપાયથી પણ વાળવા સારૂ, ઉપરાઉપર કેટકેટી મનુષ્યના કે દેવના ભવ મલે, અને બધા જ સેવાના પ્રકારો વડે કરીને, સેવા બજાવે તે પણ, ધર્મના દાતાર ગુરુને બદલો વાળી શકાતો નથી. કારણ કે જગતમાં કેઈ અન્નનું વસ્ત્રનું, ઔષધનું, જમીનનું, કન્યાનું, સેનાનું વિગેરે અનેક પ્રકારનું દાન કરે છે. આ બધાં દાન થડા દિવસ કે એક જ ભવ સુખ આપે છે. જ્યારે ધર્મથી આત્મા ભવભવ સુખી બને છે. માટે ધર્મનું દાન તેજ મહાદાન ગણાય છે.
પ્ર–ઉપર ગણાવેલાં અન્ન, વસ્ત્ર, ઔષધાદિનાં દાને લેનારને લાભ થાય? કે કેમ?
ઉ લાભ થાય જ એ નક્કી નહિ. કેઈ અન્નદાન લે, પણ ખાધા પહેલાં મરી જાય, અથવા ખાય તે પણ અજીર્ણ થાય, ઔષધ લે, અને અવળું પડે તે પ્રાણ પણુજાય, અથવા રિગનો વધારો પણ થાય. જમીનના કારણે કેઈક ભાઈએભાઈ કપાઈ મર્યાના પણ પ્રસંગ બને છે. તેના માટે હજારના પ્રાણ ગયાના દાખલા ઈતિહાસપ્રસિદ્ધ છે. કન્યાનું દાન મળ્યું ત્યારે વરરાજા ખુશી થયા, પણ પછીથી એ જ કન્યાને જે પતિ ઉપર દ્વેષ થાય છે, તેને ઝેર દઈને મારી પણ નાંખે છે. એટલે આ બધા દાનેથી લાભ જ થાય, એ નકકી નહી. વખતે નુકશાન પણ થાય. જેમ કેઈ રૂપવતી યુવતી બજારમાં ચાલી જાય છે. તેને જોઈને બીચારા મેહાન્ય મનુષ્ય ક્ષણવાર આનંદ પામે છે. અને એ અદશ્ય થતાંની સાથે મનમાં પારાવાર દુઃખ થાય છે.