________________
૪૫૯
તેમ જગતના પદાર્થમાત્ર, ઝાંઝવાના પાણી જેવું જ અંતે દુખ આપનારા છે. પણ જે સમજણપૂર્વક ધમનું આરાધન થાય તે, આત્માને ભવભવ એટલે મેક્ષમાં પહોંચે ત્યાં સુધી,
ખરાજા અને કલાવતી રાણીના આત્માઓની પેઠે, ઉત્તરેઉત્તર અધિક સુખ આપી, છેવટ મોક્ષમાં પિોચાડે છે, એટલે ધર્મદાયક ગુરુની આજ્ઞા પુણ્યવાન જીએ જરૂર પાળવી જોઈએ. - પ્રવ–વિનય અને વૈયાવચ્ચ અને જુદાં જુદાં છે કે, એક જ છે? અર્થાત્ બન્ને એક સ્વભાવના છે કે ભિન્ન છે?
ઉ–વિનય અને વૈયાવચ્ચ બને તદ્દન જુદાં છે. અભ્યતર તપની ગાથામાં તેનું વર્ણન આ પ્રમાણે આવે છે.
"पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ।"
અર્થ–પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ અને સ્વાધ્યાય, એટલે છ પ્રકારના અત્યંતરતપમાં, વિનય અને વૈયાવચ્ચને જુદા જુદા બીજા અને ત્રીજા નંબરના, અત્યંતર તપ તરીકે ગણાવ્યા છે. વિનય પૂજયપુરુષને જ થાય છે, અને વેયાવચ્ચ તે ક્ષુલ્લક-નાના સાધુની, કુળની, ગણુની સંઘની પ્લાનની તથા સાધમિકની પણ કરી શકાય છે. માટે વિનય અને વૈયાવચ્ચ અને જુદાં છે.
હવે આપણે વળી પાછા શ્રીવીતરાગના મુનિરાજોના ગુણેની વિચારણા તરફ આવીએ.
ચરણસિત્તરી અને કરણસિત્તરીની સમજણ અને આરાધનાથી, શ્રીવીતરાગના મુનિરાજેમાં બાહ્ય અને અત્યંતર ગુણોની ખીલવણું થાય છે. અહિં શાસ્ત્રની બે ગાથા બતાવાય છે.
ચરણસિત્તરી