________________
કદર
સાધુ કહેવાય છે.
વલી શ્રીવીતરાગના મુનિરાજેમાં ૧ ક્ષમા, ૨ કમળતા, ૩ સરલતા, ૪ અભ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, (આત્માની અત્યંતર શુદ્ધિ), ૯ અપરિગ્રહદશા, અને ૧૦ બ્રહ્મચર્ય, આ દશ પ્રકારના ધર્મો એટલા બધા નિર્મલ અને ઉચ્ચ કક્ષાના હોય છે કે, જેના પ્રભાવે આહાર, મૈથુન અને પરિગ્રહની મમતાઓ ચાલી જાય છે. અને આ ત્રણ સંજ્ઞાઓ દ્વારા ઉત્પન્ન થતા તમામ પ્રકારના ભયે પણ નાશ પામે છે.
આહારાદિ ચાર વિચારણાઓ નષ્ટ થઈ જવાથી. પાંચ ઈન્દ્રિયો ઉપર પણ કાબૂ આવે છે. અને પાંચ ઈન્દ્રિયે વશ થઈ જવાથી, મન, વચન, કાયાનાં તથા કરણ, કરાવણ અને અનુમોદનનાં, બધાં જ પાપ શિથિલ બની જાય છે. અને
ગ અને કરણની શુદ્ધિ થતાં, જીવ એટલે પૃથ્વીકાય, અપૂર કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, અને અજીવની હિંસા પણ સદંતર બંધ થઈ જાય છે.
પ્રવે–પૃથ્વીકાયાદિ જીવની હિંસા થાય તે તે બરાબર છે. પરંતુ અજીવ-થાંભલાઓ વિગેરેની હિંસા કેવી રીતે થઈ શકે?
ઉ—જેમ જીવને મારવાના અધ્યવસાય થાય છે, તે અનુબંધ હિંસા કહેવાય છે. એ જ પ્રમાણે ખંભાદિની સાથે અથડાવાથી, કેઈ જીવને ખંભાદિ ઉપર પણ ક્રોધાદિ થાય છે. તેને નાશ કરી નાખવાના વિચાર આવે છે. તે વખતે તે આત્મામાં, અનુબંધ હિંસાના પરિણામ આવી જાય છે.