________________
૪૫૫
અતિથિસત્કારનું, આવું અનિષ્ટ ફલ જોઈ ઘણે જ ખેદ થયે. તે વાતને બરાબર સાડા નવ માસ ગયા, ત્યાં એક કોડપતિના ઘેર પુત્રનો જન્મ થયે. તે બાળકે તે જ દિવસે વિક્રમરાજાને પિતાની પાસે બોલાવ્યા, અને કહ્યું કે, હે મહારાજા વિકમાત્ર દિત્ય ! અતિથિસત્કારથી અનર્થ થયા છે. આ વિચાર કેમ કરે છે? અતિથિસત્કારથી અનર્થ થયો નથી, પરંતુ સફલતા થઈ છે તમારા જેવા સુપાત્ર અતિથિની સેવાની અનુમોદના કરતે તે જ ભીલને જીવ હું, મરીને આવા કેટયાધીશને પુત્ર થયો છું. રાજા વિક્રમને બાળકનાં આવાં વચન સાંભળવાથી આશ્ચર્ય સાથે ચિત્તનું સમાધાન પણ થયું,
પ્રવ–શું આવી રીતે એક દિવસને બાળક બોલી શકે? એ વાત સાચી માની શકાય?
ઉ૦–એમાં વધે નથી. પ્રાયઃ વિકમરાજાના પુણ્યથી પ્રેરાઈને, કેઈ દેવે, તે બાળકના શરીરમાં પ્રવેશ કરીને, વિક્રમના પ્રશ્નને ખુલાસો કરેલ છે. આવા દાખલા-મડદામાં પ્રવેશ કરવાના, અને બાળક-બાલિકાના શરીરમાં પ્રવેશ કરવાના, જૈનસાહિત્યમાં ઘણું ઠેકાણે જોવા મળે છે. શ્રી વીતરાગદેવની આજ્ઞા માટે પૂજ્યપાદ હરિભદ્રસૂરિપુરંદર પણ ફરમાવે છે કે,
"बीतरागसपर्यायाः तवाज्ञाराधनं वरं। ૩માશા ના વરદ્ધા રાશિવાળા મવાર શા”
અર્થ–હે વીતરાગ ! આપની સેવા કરતાં પણ, આપની આજ્ઞાનું આરાધન વધુ શ્રેયસ્કર છે. જે આપની આજ્ઞા સંપૂર્ણ રીતીયે આરાધાય તે, તે શિવ–મોક્ષ આપનારી થાય છે. અને